________________
૪૮૦
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
દૃષ્ટિએ અમૃતમય છે, કારણ કે અમૃત એટલે જેનાથી મરણ ન થાય તે પદાર્થ. એ લૌકિક અર્થ પ્રમાણે પણ એ દૃષ્ટિએ જે જીવ ઉપર પડી હાય તેનું જન્મ મરણુ થતું નથી ( એટલે તેને જન્મ મરણુ કરવા પડતા નથી) માટે એ ષ્ટિએ અમૃતમય છે. એટલે જે જીવ મુતિરૂપ સ્ત્રીને વરે એટલે મુકિતપદ પામે તેનાં જન્મ જરા અને મરણુ સથા નાશ પામે છે, એટલે તેની અનન્ત ( જેને છેડા દેખાતા નથી એવા ) ભવની ખધી રખડપટ્ટી ટળી જાય છે. તેના તમામ કર્મના ક્ષય થઈ જાય છે, અને તેવા ભવ્ય જીવા પેાતાના નિર્મલ સંપૂર્ણ સ્વાભાવિક જ્ઞાન દર્શન ચારિત્ર વિગેરે ગુણાને પ્રગટ કરી પરમાત્મપદને પામે છે. વળી એ અમૃતાષ્ટિઓને ગ્રન્થકાર કવિરાજે આનંદનાં ખિએ વધુ નિર્મળ અથવા ઉજ્જવળ કહી છે તેનું કારણ એ છે કે અમૃતરસનાં બિંદુ (ટીપાંએ) જેમ નિર્મળ અને ઉજ્જવળ (શ્વેત પ્રકાશવાળા) હાય છે, તેમ મુકિત સ્ત્રીની અમૃત દ્રષ્ટિ પણ તેવી જ છે. એટલે મુક્તિપદની પ્રાપ્તિ પરમ નિજ ગુણુ રમણુતાના આનંદરસનાં હિંદુએવાળી છે, તેમજ તે દૃષ્ટિએ ઉજ્વલ એટલે પરમ પ્રકાશ રૂપ છે, કારણ કે મુક્તિપદને પામેલા જીવ આત્માના સહજાનંદ (સ્વાભાવિક પરમ આનંદ) રૂપ રસના અનુભવ કરે છે, પેાતાના અનંત જ્ઞાન વડે સ જગતના ત્રણે કાળના સર્વ ભાવને (તમામ ખીનાને) જાણે છે, નિજ ગુણુમાં રમણુતા કરે છે, અને તેથી તે મુકત જીવા ( સિદ્ધ પરમાત્મા ) પરમ આનંદવાળા પરમ સુખી ડાય છે. તેમજ કેવળજ્ઞાન રૂપી તેજ વડે સર્વ પદાનિ પ્રકાશિત