________________
સ્પા સહિત વૈરાગ્યશતક ]
૪૮૧
પ્રગટ કરે (જણાવે) છે માટે ઉજ્જવળ છે, અથવા સકðમલ રહિત સ્વરૂપવાળા હેાવાથી તે નિર્મળ કહેવાય છે. આ શ્લેકમાં “મારા ઉપર મુકિત રૂપી સ્ત્રીની અમૃતઢષ્ટિએ ક્યારે પડે ? *' એ ભાવનાનું તાત્પર્ય “હું મુકિતપદ કયારે પાસું ? ’’એ જ છે. કારણ કે મુક્તિને સ્ત્રીની ઉપમા વ્યવહાર ષ્ટિએ જ આપી છે, પણ મુક્તિ એ કાઇ સ્ત્રી નથી. વૈરાગ્યવંત ભવ્ય જીવા માક્ષ પદને પમાડનારી જૂદા જૂદા પ્રકારની ભાવનાઓ આ પ્રમાણે ભાવે છે.——
ށ
હું જિનેશ્વર દેવ ! હું વનમાં રહ્યો હાઉ તે વખતે મારી મનેવૃત્તિ (મનના શુભ વિચારો) પરમાત્મરૂપ ધ્યેયમાં નિશ્ચલ બની ગઇ હાય, મારા અવિદ્યા મદ રાગ વિગેરે આંતર શત્રુએ શાંત થઇ ગયા હૈાય, અને મારી તમામ ઈન્દ્રિયા નિર્વિકાર દશાને પામી હાય, તથા મારા હૃદયમાં બીનસમજણુને પેદા કરનાર અજ્ઞાન રૂપ અંધકાર લગાર પણ ન રહ્યો હાય, અને નિમલ જ્ઞાન રૂપી સૂર્યના કિરણ! ઝગમગી રહ્યા હાય, અનુક્રમે મને પરમાનંદ સ્વરૂપ પ્રાપ્ત થયું હેય, આવી પરમ શાંતિમય સ્થિતિને પામેલા એવા મને વનના ક્રુર પશુએ પણ શાંત અનીને ક્યારે
જોશે ? ૧
સૂરપ્રભ આચાય પણ આવી ભાવના ભાવે છે કે હુ પ્રભુ ! હારા સિદ્ધાન્તના ઉત્તમ જ્ઞાન વડે નિર્મળ એવી વાણી રૂપ દયા વડે હું રાગ દ્વેષ વિગેરે ભાવ રગાને ક્રૂર કરી મેાક્ષ માને અનુકૂળ ( પમાડનારી ) એવી નિશ્ચલ
૩૧