________________
કે
ના હૃદયમાં મહા મુકે
* વિગેરે
[ શ્રી વિજયપદ્યસૂરિકૃત ભલું કરવાના છે. અહીં ગ્રંથકારના વચન ઉપરથી જાણી શકાય છે કે મેહ મમતાના ગૌણ સાધને તે બીજા શબ્દ વિગેરે ઘણું છે. પણ તે બધા સાધનેને સ્ત્રી-ધન-ઘર આ ત્રણ મુખ્ય સાધનામાં સમાવેશ થાય છે. અને એ ત્રણ સાધને મેહ મૂઢ સંસારી જીવેને છોડવા મહા મુશ્કેલ છે. જ્યારે સંપૂર્ણ વૈરાગ્ય ભાવના હૃદયમાં ઠસોઠસ ભરી હોય ત્યારે લક્ષમી વિગેરે ત્રણ પદાર્થોને મેહ છૂટે છે. શ્રી વિપાકસૂત્ર વિગેરે આગમાદિને સાંભળવા દ્વારા કે અભ્યાસ દ્વારા દઢ પરિચય કરવાથી અથવા કરાવવાથી વિરાગ્ય ભાવના જરૂર પ્રકટ થાય છે. આવી ભાવના પ્રકટ થયા બાદ તેને વધારવાને માટે અને ટકાવવાને માટે મનની સ્થિરતા જરૂર મેળવવી જોઈએ. મનની સ્થિરતા શીલ વિગેરે વિવિધ ધર્મોની સેવનાથી થઈ શકે છે. એમ કમસર ગ્ય સાધનાથી વૈરાગ્ય ભાવના પ્રકટ થયા બાદ સંયમાદિની સાધના કરવાથી જરૂર અક્ષયપદ મળે છે. કાચા વૈરાગ્યથી સંયમારાધનમાં વિજય મળતું નથી. આ બાબતને યથાર્થ સમજાવવા માટે ભવદત્ત અને ભવદેવની બીના પરિશિષ્ટ પર્વમાં વિસ્તારથી જણાવી છે. ભવદેવે લજજાથી ભાઈના વચનને માન આપીને દીક્ષા લીધી, નાગિલાનો ઉપરથી ત્યાગ કર્યો, પણ અંતરંગ (મન) તે તેનામાં જ રહ્યું હતું. પરિણામ એ આવ્યું કે ભવદત્ત મુનિને સ્વર્ગવાસ થયા પછી ભવદેવ ચારિત્રથી ખસ્યા. પિતાના ગામની નજીકમાં આવ્યા. રસ્તામાં મળેલ બે સ્ત્રીમાંની એક સ્ત્રીને પૂછતાં નાગિલાની ઓળખાણ થઈ. વાતચીત ઉપરથી આર્ય નારી નાગિલા તરત જ સમજી ગઈ કે મુનિ સંયમ ભાવનાથી પતિત થયા