________________
3c
સ્પષ્ટાથ સહિત વૈરાગ્યશતક ] ઘેર આવે તે માટે તનતોડ પ્રયત્ન કરે છે, છેવટે એવું પણ બને છે કે તેનું ખૂન પણ કરીને તેનું ધન લૂંટારા વિગેરે અથવા સગાં વહાલાં લૂંટી લે છે. માટે કવિએ લક્ષ્મીને નાગણ સરખી કહી તે વ્યાજબી છે.
તથા ચિત્રામણવાળા અને ઝરૂખાઓથી શોભતા ઘરને રાફડા જેવું કહ્યું તેનું કારણ એ છે કે સાપને રાફડો જેમ દેખતાં જ ભયંકર લાગે છે તેમ વિવેકી નિર્મલ જ્ઞાનવાળા પુરૂષોને ઘરવાસ પણ ભયંકર લાગે છે, કારણ કે તેવા ઘર વાસમાં (મહેલમાં) રહેનારને સુખ સાધને મેળવવાને માટે અનેક જીની પરાધીનતા સેવવી પડે છે. ઘરવાસમાં કઈ આજ્ઞા ન માને તે દુઃખ, સગાં સંબંધિના વિશે દુખ, રેગાદિ વેદના વખતે દુ:ખ, કુટુંબ પ્રતિકૂળ મળે તે દુઃખ, ધન નાશ પામે તો દુઃખ, ઈત્યાદિ અનેક સંગે દુખ આપનારા જ હોય છે. તેથી એવા ઘર વાસને બંધન રૂપ અને ભયંકર ગણું સાધુ પુરૂષો સાપના રાફડાની માફક છેડી દે છે. એ ઉપર કહેલા ગુણવાળા અને બાહ્ય પરિગ્રહને તથા અભ્યત્તર પરિગ્રહને (મૂછીને) છોડવા રૂપ ઉત્તમ ગુણ વડે તેજસ્વી બનેલા પવિત્ર સાધુએ આ પૃથ્વીમાં આનંદ પામે એમ કવિ કહે છે, અહિં કવિને શુભ આશય એ છે કે સ્ત્રી આદિક પર વસ્તુઓને ત્યાગ કરી પૃહા રહિત બનેલા મુનિવરે પૃથ્વીમાં આનંદથી વિચરે, અને ધની વૃદ્ધિ કરે, અને અનેક જીવને ધર્મોપદેશ આપી શાન દર્શન ચારિત્રની આરાધનામાં તત્પર બનાવે. બીજા વિપરીત વર્તનવાળા અસંયમી-અસાધુ પુરૂષે જગતનું શું