________________
૧૯
સ્પષાર્થ સહિત વૈરાગ્યશતક ] - છે નાગિલા શીલધર્મના પવિત્ર સંસ્કારવાળી હતી. વમેલું ખાવાની ઈચ્છાવાળા બાલકને મુનિ શિખામણ દેતાં કહે છે કે-શું વમેલું અન ખવાય? આ પ્રસંગ ચગ્ય જાણીને નાગિલાએ મુનિને કહ્યું કે હે મુનિરાજ ! તમે પણ વમેલી (ત્યાગ કરેલી) એવી મને જ્યારે ચાહો છે, તો પછી બાળકને શું શીખામણ આપે છે? અર્થાત્ તમે શીખામણ દેવા લાયક નથી. ઉપદેશક જે ત્યાગી હોય, તે જ તેના વચનની અસર સામાના હૃદય ઉપર થઈ શકે છે. શું એ વાત તમે ભૂલી ગયા કે અગંધન કુલના સર્વે મરવા તૈયાર થાય છે પણ વમેલા ઝેરને ચૂસતા નથી. તે પછી શું તમે તિર્યંચથી પણ હલકા છે. નાગિલાના વચન રૂપ અંકુશથી ભવદેવ મુનિ રૂપી હાથી ઠેકાણે આવ્યા. પાછા વળ્યા. ગુરૂની પાસે પ્રાયશ્ચિત્ત લઈને શુદ્ધ થયા. નિર્મલ ભાવથી સંયમને સાધી દેવતાઈ સુખ પામ્યા. શ્રી સ્થૂલિભદ્રજી જેવા મહા પુરૂષે દઢ વૈરાગી ગણાય, અસંખ્યાત પ્રદેશે વૈરાગ્ય રંગ ચેળ મજીઠના રંગ જે જામ્યા બાદ દઢ વૈરાગી ભવ્ય જીને સ્ત્રી લક્ષમી મહેલ વિગેરે ભેગના સાધને ઝેર જેવા લાગે છે. માટે જ તેઓ સહેલાઈથી ત્યાગ કરી શકે છે. રુકિમણીના પિતાએ શ્રી વાસ્વામીને કન્યા અને લક્ષ્મીને મોહ દેખાડ, પણ પિતાને પ્રયત્ન નિષ્ફલ નવડ. ને રાગિણી રુકિમણીને સંયમને મહિમા સમજાવી તેમણે સાધ્વી બનાવી. અવંતિ સુકુમાલે વૈરાગ્ય જાગતાં સુંદર મહેલ વિગેરેને ત્યાગ કર્યો, સંયમ સાધી નલિની ગુલ્મ વિમાનના સુખ મેળવ્યા. આવા સાધુ પુરૂષો જયવંતા વ. ૩
અવતરણુ-હવે ગ્રન્થકાર કવિ મહાપુરૂષનું લક્ષણ કહે છે –