________________
-
-
४७६
[ શ્રી વિજયપધસૂરિકૃતશરીરવાળી સ્ત્રીને સંબોધીને કહે છે કે-હે સુંદર અંગવાળી રસી ! હારી વાંકી દષ્ટિ રૂપ કટાક્ષોથી જેના કાળજાં તું વીંધી નાખે છે, અને ચિત્તમાં ખળભળાટ (કામવાસનાનું તોફાન) મચાવી મૂકે છે, તેમજ જેમના ધીરતા ગુણને ભગાડી દઈને અધીરા ને આકળા બનાવી દે છે તે કાચા હૃદયવાળા અને કાયર પુરૂષે તે બીજા જ છે, એમ તું નકકી સમજી લેજે. અમે તેવા નથી. કારણ કે જેઓનાં હૃદય વિવેક રૂપી જળથી શુદ્ધ થયાં નથી, પરંતુ અવિવેકથી કાળાં મેશ જેવાં મલિન બની ગયાં છે તેવા મલિન ચિત્તવાળા પુરૂષો જ હાર કટાક્ષોથી વિંધાય છે, ખળભળે છે અને તારા પ્રેમ માટે અધીરા બની જાય છે. પરંતુ અમે તેવા કાયર અને કાચા હૃદયવાળા નથી કે જેથી વ્હારાં કટાક્ષ અમારા મનને જરા પણ અસર કરી શકે. હરાં કટાક્ષોની વાત તે દૂર રહી પરંતુ એ કટાક્ષો સાથે તે ગમે તેટલાં પ્રેમ વચને અને હાવ ભાવ વિગેરે વિલાસોથી અમને તાબે કરવા કદાચ ઈચ્છતી હોય તો પણ અમે ત્યારે આધીન બનીએ કે અધીરા બનીએ કે લેભાઈ જઈએ એવા નથી, એમ તું નથી સમજી લેજે. કારણ કે શ્રી જિનેશ્વર પરમાત્મા પ્રત્યેની અચલ શ્રદ્ધા રૂપ સમ્યકત્વથી અને શ્રી સદ્ગુરૂ પાસે શ્રવણ કરેલા એ જ પરમાત્માના આગમ વચનથી અમે જગતનું અને સ્ત્રીની માયા જાળનું સ્વરૂપ જાણ્યું છે, અને તે જાણવાથી અમારા હૃદયમાં હિતાહિતને તથા પાદેયને જાણ્યા છે, અને જાણીને હિતમાં પ્રવૃત્તિ અને અહિતથી નિવૃત્તિ કરવા રૂપ તથા હેયથી નિવૃત્તિ અને ઉપાદેયને