________________
સ્પષ્ટાથ સહિત વૈરાગ્યશતક]
૪૭૭ આદરવાની પ્રવૃત્તિ રૂપ વિવેક પ્રગટ થયેલ છે. તે એવા વિવેક રૂપી જળથી શુદ્ધ થયેલા અમારા હૃદયમાં હાર કટાક્ષ કે પ્રેમ વચને શું અસર કરી શકે એમ છે. એટલે અમને તેની અસર લગાર પણ થવાની જ નથી. માટે હે સુંદર અંગવાળી સ્ત્રી! તું અમારા તરફ કટાક્ષે ફેંકવાને ફેગટ પ્રયત્ન કરી તારા આત્માને નકામી વિટંબના શા માટે પમાડે છે? કારણ કે અમારે માટે (અમને વશ કરવા માટે) ત્યારે કંઈ પણ ઉદ્યમ સફળ થવાનું નથી તે પછી ફિગટ ઉદ્યમ શા માટે કરે!
આ લેકનું રહસ્ય એ છે કે પુરૂષના હૃદયમાં પ્રેમ ઉપજાવવાના સ્ત્રીઓના પ્રયત્ન અવિવેકી જનેની આગળ જ સફળ નીવડે છે (મેહ ઉપજાવનારા થાય છે.) પરંતુ વિવેકી જનેને કંઈ પણ અસર કરી શક્તા નથી, માટે સ્ત્રીને મેહમાં નહિ ફસાવવાની ઈચ્છાવાળા ભવ્ય જીએ શ્રી શ્રુતજ્ઞાનના બળ વડે હૃદયમાં વિવેક ગુણ પ્રકટાવે જોઈએ. આ વિવેક શ્રી ગુરૂમહારાજના ઉપદેશને સાંભળ વાથી પ્રકટ થાય છે. આ વિવેક ગુણથી ભેગ તૃષ્ણને ગુલામડી બનાવી, નીડરપણે મોક્ષ માર્ગને સાધીને મુક્તિના સુખ મેળવવા. એ જ ખરૂં કર્તવ્ય છે. અહીં સ્ત્રીના કટાક્ષમાં ફસાએલા અરણિક મુનિ, નંદિષેણ મુનિ, શ્રીસ્થૂલિભદ્ર મહારાજના ગુરૂભાઈ સિંહની ગુફામાં ચોમાસું રહેનારા અને યૂલિભદ્રજીની ઈર્ષોથી કેશા વેશ્યાને ત્યાં ચોમાસું કરવા જનાર મુનિ વિગેરે જાણવા અને તે સ્ત્રીઓના કટા