________________
સ્પષ્ટા સહિત વૈરાગ્યશતક ]
૪૬૩ અથવા પેાતાના નિર્મલ જ્ઞાન દર્શન ચારિત્ર વિગેરે ઘણાં આત્મગુણુ રૂપી દાણાઓને પકવી સિદ્ધ ( તૈયાર ) કર ( મેાક્ષના સુખ દઇ શકે એવા કરે) છે, એટલે દયા વિગેરે ગુણેાને ધારણ કરનારા સુપાત્ર જીવે ઉપર જણાવ્યા મુજખ ક્રમસર માક્ષના સુખ જરૂર મેળવે છે. ગુણુ વિનાનું માનવ જીવન કે।ઇ પણ ઉપમાને લાયક છે જ નહિ એટલે તેવું જીવન પશુ કરતાં પણ હલકુ જીવન ગણાય છે. વિશેષ શ્રી ઉપદેશ પ્રાસાદના ૨૩૩ મા વ્યાખ્યાનમાંથી જાણવું. આ Àાકનુ રહસ્ય એ છે કે કુપાત્રમાં એટલે અગ્નિથી મળી જાય તેવા વાસણમાં જેમ રંધાય નહિં ( અનાજ સીઝે નહિં) તેમ ક્રુપાત્ર (નિર્ગુણી ) જીવાને મુક્તિના સુખ પણ ન મળે. માટે મુક્તિ પદ્મ જેવું પરમાનંદ પદ પામવાને માટે ભવ્ય જીવાએ દયા માર્ગાનુસારિતા મેક્ષ માર્ગની સાધના સયમ સંતાષ ને તપશ્ચર્યા વિગેરે સન્ક્રિયાઓનું આરાધન કરવું જોઇએ, અને એવી ઉત્તમ ક્રિયાની પરમ ઉલ્લાસથી આરાધના કરવાથી ભવ્ય જીવા સિદ્ધિ પદને પામે છે, હું જીવ! કવિએ આ લેાકમાં જણાવેલા સદ્ગુણૢાની સાધના કરીને તું મેાક્ષના સુખ મેળવવાને જલદી તૈયાર થજે. આટલી હદે આવ્યા પછી વિષય કષાય રૂપી કાઢવમાં પડી રહેવું એ શું વ્યાજબી કહેવાય ? આવી વિચારણા સુપાત્ર મનુકૈા જ કરી શકે છે. ખીજાએને સ્વપ્ને પણ માનવ જીăગીને સલ કરવાના સ`કલ્પ થતા નથી. ૯૬
અવતરણ—હવે કવિ આ લેાકમાં કોઈ જીવે આ મનુષ્ય જન્મ ફેગટ ગુમાવ્યે તે સંબધમાં પ્રશ્નોત્તર રૂપે ઉપદેશ કરે છે—