________________
૪૬૨
[ શ્રી વિજયપધ્ધસૂરિકૃતમાટી અગ્નિને તાપ ખમી (સહી=સહન કરી) શકે છે તેથી અગ્નિથી તપાવીને એમાં નાખેલું અનાજ રાંધી શકાય, પરતુ કલાઈ જેવી કાચી ધાતુનું વાસણ ચૂલા પર મૂકયું હોય તો વાસણ પોતે જ ઓગળીને રસ થઈ જાય અને એમાં નાખેલા દાણું પણ અગ્નિમાં પડીને બળી જાય, અને જે લાકડાનું વાસણ હોય તે તે વાસણ બળીને રાખ થઈ જાય અને તેમાં નાખેલા દાણા પણ અગ્નિમાં ભસ્મ (ખાખ) થઈ જાય, તેથી અનાજને સીઝવવા (રાંધીને ખાવા લાયક બનાવવાની) બાબતમાં કલાઈનાં અને લાકડાનાં વાસણ કુપાત્ર કહેવાય છે. આવા કુપાત્રમાં જેમ અનાજના દાણુ સીઝે (ચ) નહિં તેમ દયા સન્માર્ગ સાધના સંયમ સંતોષ તપ વિગેરે સગુણે રહિત કુપાત્ર જીવ પણ સોઝે નહિં એટલે સિદ્ધ થાય નહિં. શ્રી જૈનેન્દ્ર પ્રવચનમાં દયા ગુણવાળા છ સેનાના વાસણ જેવા કહ્યા છે, મોક્ષ માર્ગ રૂ૫ સન્માર્ગે ચાલનારા જીવો ત્રાંબાના વાસણ જેવા કહ્યા છે, નિર્મલ સંયમવંત છે લોખંડના વાસણ જેવા કહ્યા છે. અને સંતોષ ગુણવાળા છ માટીના વાસણ જેવા કહ્યા છે. તેથી એ સોનું વિગેરે ધાતુઓનાં અને માટીનાં વાસણ જેમ ચૂલાની અગ્નિને ખમી શકે છે, પરંતુ કલાઈ વિગેરે અને કોઇ વિગેરેના વાસણની પેઠે ઓગળી કે બળી જતાં નથી તેમ એ દયા વિગેરે ગુણવાળા ભવ્ય જો તપશ્ચર્યાની સાધના રૂપ અગ્નિને તાપ ખમી શકે છે, તેથી તે તપશ્ચર્યા રૂપ અગ્નિમાં પિતે ઓગળતા કે બળતા નથી, પરંતુ કર્મ રૂપી પાણીને બાળી મનુષ્ય ભવરૂપી દાણા