________________
સ્પબાથ સહિત વૈરાગ્યશતક]
४११ સત્પાત્રને સત્પાત્રતા કરૂણાદિ સદગુણથી મલે, ગુણવંત તે વિરલ જગમાં જેહથી વાંછિત ફલે; મુનિ અનાથી તેહવા શ્રેણિક નૃપતિ પ્રતિબદ્ધતા, સાધતા ચારિત્ર રંગે મુક્તિના સુખ પામતા. ર૯૮
અક્ષરાર્થ–જે કુપાત્ર (ખરાબ મનુષ્ય અને ખરાબ વાસણ) દયા રૂપી સેનાનું બનેલું નથી, અને સન્માર્ગ રૂપી ત્રાંબાનું ઘડેલું (બનેલું) નથી, અને સંયમ રૂપી લેહનું પણું બનેલું નથી, તેમ જ સંતોષ રૂપી માટીનું બનેલું નથી, તેમ જ જે તપશ્ચર્યાની સાધના કરવા) રૂપ અગ્નિની જવાળાઓના તેજને લાયક નથી (એટલે તપશ્ચર્યા રૂપ અગ્નિને તાપ ખમી શકે એવું નથી, તો તેવા કુપા ત્રમાં ભવ્ય મનુષ્ય (છ) રૂપી દાણાને સમૂહ સિદ્ધ શાં રીતે થાય (અથવા ચઢે-સીઝે શી રીતે ?) એટલે કુપાત્રમાં જેમ ધાન્ય ન રંધાય તેમ કુપાત્ર (અભવ્ય વિગેરે દુર્ગણી મનુષ્ય) માં મુક્તિ પણ ન હોય. ૯૬
સ્પષ્ટાર્થ-આ લેકમાં કવિએ કુપાત્ર મનુષ્યને કુપાત્ર સાથે એટલે ખરાબ વાસણ સાથે [કું=ખરાબ પાત્ર વાસણ એ અર્થ પ્રમાણે ખરાબ ( ફૂટેલા કાચા) વાસણ સાથે ] સરખાવ્યા છે, તે આ પ્રમાણે-જે વાસણ સેનાનું ત્રાંબાનું કે લેખંડનું અથવા માટીનું પણ બનેલું નથી તેવું લાકડાં વિગેરેનું જે વાસણ તેમાં રંધાય નહિં, કારણ કે રાંધવા માટેનું વાસણ ધાતુનું અથવા માટીનું હોય તો તેમાં પાણી અને અનાજ નાખી ચૂલા ઉપર ચઢાવાય, ને એ ધાતુ અથવા