________________
૪૫૮
[ શ્રી વિજયપધ્ધસૂરિકૃતસાથે જ્ઞાનાચાર દર્શનાચાર ચાત્રિાચાર તમાચાર અને વીર્યાચાર એ પાંચ આચારને પણ પાળતા હોય, પાંચ ઈન્દ્રિયનું દમન કરતા હોય, ચાર કષાયને ઘટાડતા હોય, પાંચ સમિતિ ને ત્રણ ગુપ્તિવાળા હય, સ્ત્રી ધન ધાન્ય કંચન આદિ પરિગ્રહ, રહિત હોય, શાસ્ત્રના જ્ઞાની હોય, અને જગતના જીને ધર્મોપદેશ આપી સંસાર બંધનમાંથી મુક્ત કરતા હોય એવા સાધુઓ તેજ સુગુરૂ કહેવાય. પરંતુ સ્ત્રી રાખતા હોય, ધન રાખતા હોય, જગતની માયા જાળમાં ગુંથાયેલા હોય, ધાગાદેરા જંતર મંતર વિગેરે વિદ્યાઓથી લેકને છેતરતા હોય તેવા વેષધારી સાધુઓ સુગુરૂ કહેવાય જ નહિ. પરંતુ કુગુરૂ કહેવાય. અહીં પ્રદેશી રાજાને ખૂઝવનાર શ્રી કેશી ગણધર વિગેરેની બીના વિચારવી. તથા જે જ્ઞાનથી પિતાને આત્મા અને શરીર અલગ અલગ સમજાતાં હોય, આત્મ સ્વરૂપ જે કર્મોથી અવરાઈ ગયું છે તે કર્મોને નાશ કરવાનો ઉપાય જાણવામાં આવતો હોય, જગતના નવ તત્ત્વમાં વિશ્વાસ બેસત હોય, કાયાની માયામાં તલ્લીન ન થવાતું હોય, વૈરાગ્ય ભાવના જાગ્રત થતી હોય, હેય પદાર્થો હેયપણે અને ઉપાદેય પદાર્થો ઉપાદેયપણે સમજાતા હોય, વિનય વિવેક નમ્રતા ઉદારતા ગંભીરતા સ્થિરતા સમદષ્ટિ વિગેરે અનેક સઘૂણે જે જ્ઞાનથી વિકાસ પામતા હોય અથવા વિકાસ પામ્યા હોય અને શાસ્ત્રોનું સમ્યગ રહસ્ય સમજાતું હોય તેમજ પર્યતે પરમાત્મપદ આપવામાં જે જ્ઞાન સમર્થ હોય તેજ જ્ઞાન પરમ જ્ઞાન કહેવાય છે. ક્રિયાવાળું જ જ્ઞાન મેક્ષને આપી શકે છે. પણ એકલા જ્ઞાનથી મેક્ષ મળે જ નહિ.