________________
સ્પષ્ટા સહિત વૈરાગ્યશતક ]
૪૫૭
પરમાત્મા અથવા સંસારમાં વર્તતા શ્રી કેવલી ભગવંત એ એજ સુદેવ કહેવાય છે. તેમાં નિર્વાણું નહિ પામતા સુધી સંસારમાં વતા શ્રી કેવલી ભગવંત અરિહંત દેવ કહેવાય છે. અને નિર્વાણ પામ્યા બાદ સિદ્ધિ ગતિમાં વ તા કેવલી ભગવતા સિદ્ધ પરમાત્મા કહેવાય છે. એ પ્રમાણે જૈન દર્શનમાં સુદેવનું સ્વરૂપ કહ્યું છે. અને અન્ય દર્શનમાં તે। મહાદેવ વિગેરે દેવાના જે ચરિત્ર કહ્યાં છે તે ચરિત્રામાં એવું પરમાત્મ સ્વરૂપ લગાર પણ દેખાતું નથી. પ્રથમ તા તે ( અન્ય દેવા ) સંસારમાં મહામાહિની રૂપ સ્ત્રીને જ ત્યાગ કરી શકયા નથી તા બીજી સામાન્ય રાગદશાઓના ત્યાગ શું કરી શકે ? મહાદેવને પાર્વતી, બ્રહ્માને સાવિત્રી, વિષ્ણુને લક્ષ્મી વગેરે સ્ત્રીઓ છે, તે એવા દેવા સુદેવ કેમ કહેવાય ? છતાં જગતમાં ઘણાએ લેાક મહાદેવના સ્વરૂપથી અજાણ હાવાથી મહાદેવ વિગેરેને પરમાત્મા રૂપ માને છે. વળી અન્ય શાસ્ત્રોના પરિચયથી જાણી શકાય છે કે બ્રહ્મા તા જગતને મનાવે છે વિષ્ણુ જગતનું રક્ષણ કરે છે અને મહાદેવ જગતના સંહાર કરે છે તા રાત દિવસ એવી ખટપટમાં પરાવાયલા દેવાને પરમાત્મ સ્વરૂપવાળા સુદેવ કઇ રીતે કહી શકાય ? તત્વથી વિચારીએ તેા જે આત્મા નિરજન નિરાકાર જગતની માયા જાળથી મુક્ત શત્રુ પર દ્વેષ ન રાખે ને ભક્ત પર રામ પણ ન રાખે, શત્રુના નાશ કરે નહિ ને ભક્તને તારવાની ઈચ્છા કરે નહિ તેજ સુદેવ અથવા પરમાત્મા કહી શકાય. અહીં શ્રી તીર્થંકરાદિ તારક મહાપુરૂષાના દૃષ્ટાંતા વિચારવા. તથા જે મુનિ મહાત્માએ પાંચ મહાવ્રત પાળતા ઢાય, તે