________________
જs
સ્પષ્ટાથ સહિત વેરાગ્યશતક ] કાર્ય લક્ષ્ય ટકે ઘણું અનુભાવથી જ વિવેકના, આ વિવેક વધારત વિરાગ્યને ભવ વિષયના. ર૯૦ જે પરાધીનતા જગતમાં તે નરક પ્રત્યક્ષ આ, ઈમ બધા પંડિત વદે હંમેશ તે આ વિષયને તેવાજ ભાખ્યા રમણીને આધીન તે ખુજલી સમા, ઈમ જાણતા નર તેહને કિમ ના તજે રહી હર્ષમાં. ૧૯૧
અક્ષરાર્થ– બધા પંડિત કે જગતમાં પરાધીનતા (પરાધીનપણું, બીજાના તાબે રહેવાપણું) એ પ્રત્યક્ષ (દેખાય એવો) નરક છે (નરકની વેદના જેવું છે) એમ વારંવાર પિકારે છે, તે પછી આ ખુજલી (ચળ, ખરજ) ના જેવા વિષયે પણ સ્ત્રીને આધીન રહેલા છે. (અને તેથી જ તે સ્ત્રી વિલાસી પંડિતો પોતે સ્ત્રીને આધીન થઈ રહ્યા છે.) તે પંડિત પુરૂષ તો તે વિષયને રોમાંચિત શરીરવાળો થયે છતા (રાજી થઈને) કેમ છોડતું નથી ? ૯૩
સ્પષ્ટાર્થ–લેકમાં કહેવત કે “પરાધીનને સ્વને સુખ નહિં” એટલે પરાધીન મનુષ્યને સ્વપ્ન પણ સુખ હોય નહિ, હાથીઓ હાવતને વશ થઈ અંકુશના ઘા ખમે છે, શિકારીએને વશ થયેલ સિંહ હરિણ વિગેરે પશુઓ પાંજરા વિગેરેમાં પૂરાવવું વિગેરે દુખ ભોગવે છે. સેવકે માલિકને આધીન થઈ અનેક વિટંબનાઓને અને અપમાનને સહન કરે છે, એ રીતે જગતમાં પરાધીનતા પ્રગટ દુઃ ખ રૂપ છે, આત્મા પણ કર્મને આધીન થઈ ચારે ગતિમાં રખડે છે,