________________
સ્પષ્ટાથ સહિત વૈરાગ્યશતક ]
૪૪૫ અર્થ–સ્ત્રી સંગને દારૂણ વિપાક જાણનારા એવા જે સરવવંત પુરૂષોએ સ્ત્રીના સંગમ (પરિચય વિગેરે છેડી દીધા છે,) તેમ જ સ્ત્રીને સંગ કરવાની ઈચ્છાને વધારનારી વસ્ત્ર અલંકાર માળા વિગેરે કામોદ્દીપન (કામની વૃદ્ધિ =વધારો) કરનારી વિભૂષા-શભાઓ (શોભાના સાધને ઘરેણાં વિગેરે છે, જેમણે પાછળ કરી છે એટલે છેડી દીધી છે તેમજ એ સર્વથી વિરક્ત થઈને એટલે સ્ત્રી સંગ વિગેરે અનુકૂળ ઉપસર્ગોને અને સુધાદિ પ્રતિકૂળ ઉપસીને જીતીને જેઓ મહા પુરૂષોના માર્ગે વળ્યા તે જ પુરૂષો અત્યંત સમાધિમાં રહી શકે છે ( એટલે અતિશય સુખી થયા).
કહેવાનું તાત્પર્ય એ છે કે ઉપર કહેલા સ્વરૂપવાલે વિવેક જેમના હૃદયમાં જાગ્યે હોય તે ભવ્ય છ જ સ્ત્રીના કટાક્ષોની પરવા કરતા નથી. આ બીનાને લક્ષ્યમાં રાખીને ભવ્ય જીવેએ વિવેક ગુણને ધારણ કરીને સ્ત્રી પરિચય સર્વથા ત્યાગ કરીને મેક્ષ માર્ગને સાધીને મુક્તિના સુખે મેળવવા જોઈએ, એ આ લેકનું રહસ્ય છે. આ વિવેક ગુણ શ્રી સ્થૂલિભદ્ર મહારાજ વિગેરે મહા પુરૂષામાં હતું. તે બીના વિચારવાથી વિવેક ગુણ જરૂર પ્રગટ થાય છે. ૯૨
અવતરણ–હવે કવિ આ લેમાં વિદ્વાને પરાધીનતાને નરકના જેવી કહે છે, તે પછી સ્ત્રીઓની પરાધીનતાને કેમ છોડતા નથી. તે વાત જણાવે છે –