________________
[ શ્રી વિજયપધસૂરિકતપણ અસર કરી શક્તા નથી, કારણ કે તેવા વિવેકી પુરૂષના હદયમાં તે આવી જ ભાવના ઠસેલી હોય છે કે સ્ત્રી એ મહા બંધન રૂપ છે, સ્ત્રી એજ સંસારનું મૂળ છે, સ્ત્રી એજ જૂદી જૂદી જાતના ભયંકર દુઃખનું કારણ છે, અને સ્ત્રી એજ આત્માના (નિર્મલ ચારિત્રાદિ રૂ૫) ધનને નાશ કરનારી છે. પ્રાચીન શાસ્ત્રકાર મહર્ષિ ભગવંતોએ પણ મેક્ષની ઈચ્છાવાળા મુમુક્ષુ જનેને સ્ત્રીઓનું દુરનું સ્વરૂપ સમજાવી તેને ત્યાગ કરવા ઉપદેશ આપે (ત્યાગ કરવાનું જણાવ્યું) છે. શ્રી સૂત્રકૃતાંગ સૂત્રમાં સ્ત્રી પરિક્ષા નામના અધ્યયનમાં કહ્યું છે કે
जहा नई वेयरणी दुत्तरा इह संमता। एवं लोगंसि नारीओ, दुत्तरा अमईमया॥१६॥
અર્થ-જેમ વૈતરણી નદી મધ્યમાં અતિ વેગવાળી હોવાથી અને વસમા (વિષમ) કિનારા વાળી હોવાથી દુઃખે તરી શકાય એવી કહી છે, તેમ અ૫ મતિવાળા (અથવા અ૯પ સત્તવાળા) થી આ લેકમાં સ્ત્રીઓ પણ દુખે તરી શકાય એવી (દુઃખે જીતી શકાય એવી) છે. કારણ કે જે મહા પરાક્રમી હોય તે જ સ્ત્રીના વિષયથી વિરક્ત થઈ શકે છે, અને કાયર પુરૂષ સ્ત્રીના દાસ બની જાય છે. તથા
जेहिं नारीण संजोगा, पूयणा पिट्ठतो कया। सव्वमेयं निराकिच्चा, ते ठिया सुसमाहिए ॥१७॥