________________
૪૪૦.
[ શ્રી વિજયપદ્યસૂરિકૃતમહા તિવંત અને બળવાન છે માટે એના પર વધારે પ્રકાશ પાડું. એ રીતે પશુમાં અને ઈન્દ્રમાં લેશમાત્ર પણ ભેદભાવ રાખ્યા વિના જેમ બને ઉપર સરખો પ્રકાશ કરે (પાડે) છે તેમ અહિં સાર એ લેવાને છે કે યોગી મહામાએ અથવા સાધુએ પણ ગરીબમાં અને તવંગરમાં ભેદભાવ વિચાર્યા વિના બને ઉપર જ્ઞાનને પ્રકાશ એક સરખો કરે જોઈએ (પાડે જોઈએ) અથવા બન્નેને સરખા ગણીને ધર્મોપદેશ આપ જોઈએ. પરંતુ આ તે ગરીબ છે એમ જાણી તેને ધર્મોપદેશ ન આપો, અને આ તવંગર છે તેથી કઈ પણ વખતે કામને છે એમ જાણી તેની આગળ તેને સારું લાગે એ ધર્મોપદેશ આપવો એવો ભેદભાવ રાખવો નહિં એમ શત્રુમાં અને મિત્રમાં પણ સમભાવ સમજે. શ્રી મહાવીર સ્વામીએ પિતાને જ ડંખ દેનાર એવા ઝેરી ચંડકેશિક સની ઉપર અતિશય સમતા સહિત દયા લાવી “બુજઝ બુજઝ ચંડકસિય” વિગેરે ધર્મોપદેશ આપે. અને ઈન્દ્ર ઉપસર્ગો થશે માટે હું આપની સહાયમાં રહું એમ કહ્યું છતાં “કર્મક્ષયમાં ઈન્દ્રની હાયની જરૂર ન હોય” વિગેરે સમભાવથી કહીને ઈન્દ્રને પણ સમજાવ્યું કે કર્મક્ષય તે પિતાના જ બળ પરાકમાં ફેરવીને ઉપસર્ગો સહન કરવાથી થાય પણ બીજાની મદદથી ન થાય વિગેરે ધર્મોપદેશ આપ્યો. તેમજ શ્રી પાર્શ્વનાથ ભગવંતે કમઠ તાપસે સળગાવેલા કાષ્ટમાંથી બળતા સર્પને બહાર કઢાવી નવકાર મંત્ર સંભળાવી ઈન્દ્ર પદવી આપી ઉપકાર કર્યો અને કમઠ તાપસ મરી ભવનપતિ દેવ થયે તેણે પ્રભુને જળમાં ડુબાડવા માટે ધોધમાર વર્ષદ