________________
૪૪૧
સ્પષ્ટાથ સહિત વૈરાગ્યશતક ] વરસાવી જળને ઉપસર્ગ કર્યો અને નાક સુધી પાણી આવી ગયાં તે વખતે એજ ધરણેન્દ્ર સર્ષના ભવને ઉપકાર વિચારી પ્રભુને સર્પનું રૂપ કરી પાણીથી અધર ઉંચક્યા છતાં પ્રભુને કમઠ ઉપર જરા પણ દ્વેષ ન થયા અને ધરણેન્દ્ર ઉપર રાગ ન હતા, પરંતુ બંને ઉપર સમભાવ હતો કહ્યું છે કે
कमठे धरणेन्द्रे च, स्वोचितं कर्म कुर्वति । प्रभुस्तुल्यमनोवृत्तिः, पाश्वनाथः श्रियेऽस्तु वः ॥ १ ॥
અર્થ–પિત પિતાને લાયક કર્મ કરનારા એવા કમઠ દેવ ઉપર અને ધરણેન્દ્ર ઉપર જે પ્રભુની મનોવૃત્તિ (ભાવના) એક સરખી હતી તે શ્રી પાર્શ્વનાથ પ્રભુ તમેને લક્ષ્મીને માટે થાવ. ૧
આ શ્લોકનું રહસ્ય એ છે કે કવિએ જે એકલા. સૂર્યને જ ઉદાર કીધે છે તે જગતના જીને નિત્ય પરેપકારી હોવાથી અને પ્રત્યક્ષ હેવાથી કહ્યો છે અને સૂર્ય સર્વ લોકમાં પ્રસિદ્ધ છે, માટે દષ્ટાન્ત રૂપે કહ્યો છે. તે સૂર્યની બીના કહીને બીજા ને એ દષ્ટાન્ત દ્વારા ઉપદેશ આપે છે કે હે ભવ્ય જીવો! તમે પણ એવા ઉદાર પરાક્રમી અને જગતના સર્વ જી પ્રત્યે સમદષ્ટિવાળા થાઓ અને ભેદભાવનો નાશ કરો. ૯૧
અવતરણ-હવે કવિ આ લેકમાં વિવેક બુદ્ધિવાળા