________________
સ્પષ્ટાથ સહિત વૈરાગ્યશતક ]
૪૩૩ મહાપુરૂષની કથા કહેતા હોય, અને લેકને રંજન કરી મોટા પંડિત શાસ્ત્રી પુરાણી અથવા મહારાજ આ રીતે ભક્તોની પાસે કહેવરાવતા હોય, પરંતુ ઘેર જાય ત્યારે રિંગણાં આદુ મૂળા ગાજર ને સકકરીયાંના શાકની લહેજત લેતા હોય, શરીર ઠીક નથી એમ જણાવી મદિરાપાન કરી મસ્ત બનતા હોય, અને યજ્ઞ વિગેરે પ્રસંગે પશુ વધ કરી માંસને પણ સ્વાદ ચાખતા હોય તે કહે એ પંડિતાઈ કઈ જાતની? કદાચ એવા પંડિતો ઉપવાસ વિગેરે તપશ્ચર્યા ચાંદ્રાયણાદિ વ્રત કરે તે એ કઈ જાતનાં વતે સમજવા? અને જગતમાં ધુરંધર પંડિત તરીકે પ્રસિદ્ધિ મેળવી હોય, અનેક પ્રતિવાદીઓને વાદવિવાદ કરીને હરાવ્યા હોય તે એ પ્રસિદ્ધિ વા કીતિ શા કામની? અને એ વાદ પણ શા કામને? ખરેખર પોથીમાંનાં રિંગણું કહેનારા પંડિતની જેવા જ એ પંડિતે લગાર પણ પિતાનું ભલું કરી શક્તા નથી. તો પછી તેઓ બીજાનું ભલું કઈ રીતે કરી શકે? કારણ કે એ પંડિતેના હૃદયમાં હેપાદેય વિવેકને છાંટે પણ હતું નથી, માટે એવા ઠગ પંડિતે પોતાના આત્માને અને લોકોને પણ દુર્ગતિમાં જ લઈ જાય છે. જે પંડિત પિતે જ સંસાર રૂપી કીચડમાં ખુંતી ગયા છે તે બીજાને શી રીતે તેમાંથી બહાર કાઢી શકે ? એ પ્રમાણે વિવેક ગુણની સાથે રહેલી તપશ્ચર્યા અને કીર્તિ ઉત્તમ ગણાય છે. સમ્યગ્દષ્ટિ જીવો એમ માને છે કે આ દેહ અને આત્મા બંને અલગ અલગ પદાર્થ છે. કારણ કે બંનેના ગુણે જૂદા જૂદા છે. તેથી જ્યારે રોગ વિગેરેની પીડાને ભેગવવાને