________________
૪૩૪
[ શ્રી વિજ્યપદ્ધતિપ્રસંગ આવે, તે વખતે મુંઝાવું નહિ. એના કરતાં પણ અધિક પીડા આ જીવે નરકમાં ભેળવી છે. સમતા ભાવે હાંસની પીડાને સહન કરવાથી શ્રી શ્રમણભદ્રમુનિ અપૂર્વ લાંબી સ્થિતિવાળા દેવતાઈ સુખને પામ્યા. વિશેષ બીના ઉપદેશ પ્રાસાદના ૩૧૮ મા વ્યાખ્યાનમાંથી જાણવી. શ્રી જૈનેન્દ્રાગમમાં વિવેકના દ્રવ્ય વિવેક, ભાવ વિવેક, બાહ્ય વિવેક અત્યંતર વિવેક વિગેરે ભેદે જણાવ્યા છે. તેમાં પ્રસંગે ૧ બાહ્યાત્મા જે દેહ વિગેરે પર વસ્તુને આત્મસ્વરૂપ માને તે બાહ્યાત્મા કહેવાય. તેને પહેલું ગુણઠાણું હોય છે ૨ અંતરાત્માજે આત્માને આત્મા તરીકે માને એટલે સ્વભાવને સ્વભાવ તરીકે અને વિભાવને વિભાવ તરીકે માને. તે અંતરાત્મા ચોથા ગુણ સ્થાનકથી બારમાં ગુણસ્થાનક સુધી હોય છે. ૩. પરમાત્મા-કેવલ જ્ઞાનાદિના ગુણવાળા પરમાત્મા કહેવાય. તે તેરમા ચાદમાં ગુણસ્થાને હોય છે. આ બીના પણ જરૂર વિચારવા જેવી છે. શ્લોકના આ રહસ્યને યાદ રાખીને ભવ્ય છે એ મહા વિવેકી કપિલ કેવલીની માફક વિવેકથી મેક્ષ માર્ગને સાધીને આત્મ કલ્યાણ કરવું એ જ વ્યાજબી છે, ૮૯
અવતરણ-હવે કવિ આ શ્લેકમાં જે સંસાર રૂપી અટવીમાં મેહ રૂપી કેસરીસિંહ રહેતે હેય તે. સંસાર અટવીમાં રહેનારા સુખી કઈ રીતે કહેવાય? તે વાત જણાવે છે–
स्फुर्जलोभकरालवक्त्रकुहरो, हुंकारगारवः।
कामक्रोधविलोललोचनयुगो मायानखश्रेणिभाक्॥