________________
સ્પષ્ટાથ સહિત વૈરાગ્યશતક]
- ૪૨પ જ પ્રમાણમાં ઘટાડીને પોતાના આત્મ ગુણની રમણુતામાં પણ આગળ આગળ જ વધતો જાય છે. આવા વસ્તુ તત્ત્વને અને સદ્ગુરૂના વચનેથી શાન્તરસને પામેલે કઈ વૈરાગ્યવંત ભવ્ય જીવ અનાદિ કાળથી પોતાના આત્મામાં દઢ સ્થિરવાસ કરી (અડ્ડી જમાવીને) રહેલા ક્રોધ માન માયા અને લાભ એ ચાર કષામાંના દરેક કષાયને પોતાના આત્મારૂપ સ્થાન છોડી દઈને ચાલ્યા જવા માટે આ પ્રમાણે કહે છે કે હે કે ધ બંધુ! તું મારા આત્મામાં અનાદિ કાળથી નિવાસ કરી રહ્યો છે, પરંતુ હવે હું સદ્ગુરૂના ઉપદેશથી ક્ષમા ગુણરૂપ ઉપશમ રસને પામ્યો છું, માટે હવે તું હારું સ્થાન બીજે શોધી લે અને અહિંથી નિકળી જા. અહિં ક્રોધને બંધુ કહેવાનું કારણ એ કે કુટુંબમાં બંધુએ જ્યાં સુધી પરસ્પર બનાવ (સંપ) રહે છે ત્યાં સુધી ભેગા રહે છે, અને ખટપટ વિગેરેથી બનાવટ ન આવતાં (એક બીજાના મન જૂદા થતાં) એકબીજાનું વહેંચી લઈ જૂદા પડી જાય છે. એ પ્રમાણે ક્રોધ પણ ભાઈની માફક મૂઢ અજ્ઞાની આત્માની ભેગે ઘણુ કાળ સુધી રહ્યો છે, પરંતુ શ્રી સશુરૂના ઉપદેશથી ભવ્ય જીવ કોઇના વિપાક વિગેરે બીના જાણે છે, તેથી ભવ્ય જીવને તેની સાથે બનાવ ન ખાવ્ય, તેથી તે વૈરાગી આત્મા ક્રોધને જૂદ થઈ જવા કહે છે, અને એ રીતે માન નામના ભાઈને પણ જૂદ થઈ જવા કહે છે, તેમજ અંબા ભવાની વિગેરે પ્રચંડ દેવીઓની માફક આત્મામાં પ્રવેશ કરી રહેલી (દાખલ થઈ ગયેલી, પેસી ગયેલી) હોવાથી માયાદેવીને પણ જૂદી થઈ જવા કહે છે, અને મિત્રની માફક