________________
४२४
| [ શ્રી વિજ્યપદ્યસૂરિકૃતઅક્ષરા--હે ભાઈ ક્રોધ! હવે હારૂં રહેવાનું સ્થાન કોઈ બીજું કર-શોધી લે, હે ભાઈ માન ! તું પણ ચાલ્યા જા. હે દેવી માયા! તું ચાલી જા, અને તે મિત્ર લેભ! તું પણું હારા ઇચ્છિત સ્થાને ચાલ્યો જા, કારણ કે શ્રી સદ્ગુરૂના વચન વડે હવે હું શાન્ત રસને આધીન (તાબે) થયે છું (અર્થાત્ મારામાં શાક્તરસ ઉત્પન્ન થયે છે) ૯૭
સ્પષ્ટાર્થ–શાન્તરસ અને સમતારસ એ બે રસ લગભગ સરખા છે. કારણ કે અનાદિ કાળથી જીવ ક્રોધાદિ ચાર કષાયો વડે આકુળ વ્યાકુળ થઈ રહ્યો છે, તેથી ચાર કષાયે જેમ જેમ જેટલા પ્રમાણમાં ઓછા થતા જાય તેમ તેમ તેટલા પ્રમાણમાં શાન્તરસ (સમતા ભાવ) ઉત્પન્ન થતા જાય છે, એટલે કોધાદિ ચાર કષાની અથવા મેહનીય કર્મ રૂપ દાવાનલની ઉપશાનિ થવી તેજ ઉપશાન્ત રસ અથવા શાન્તરસ કહેવાય છે, અને તે શાન્તરસ પ્રગટ થતાં શત્રુમાં ને મિત્રમાં, સોનામાં ને પત્થરમાં, રત્નમાં ને કાચમાં સમાન દષ્ટિ (સરખી નજર થવા) રૂ૫ સમતા રસ પણ પ્રગટ થાય છે, તેથી ભેદ ભાવવાળી વસ્તુઓમાંથી પણ ભેદભાવ પણ ઘટી જાય છે. વળી એ ક્રોધાદિકની ઉપશાન્તિ ઘણું કરીને હેજે થતી નથી, પરંતુ જ્યારે ઘણા કાળ સુધી શ્રી સદ્ગુરૂના મુખથી શાસ્ત્રનાં વચને સાંભળવામાં આવે, દેવ ગુરૂ ધર્મની વારંવાર સેવન કરવામાં આવે, દેવ ગુરૂ ધર્મનું યથાર્થ રહસ્ય નસે નસમાં ફેલાય, અને આત્મ રંગ વધે ત્યારે જ કષાયે ધીમે ધીમે ઠંડાગાર થાય છે. તેમજ જેમ જેમ કષાયે ઉપશાન્ત થતા જાય છે તેમ તેમ જીવ પુદ્દગલ રમણતાને બહુ