________________
સ્પષ્ટાથ સહિત વૈરાગ્યશતક ]
અક્ષરાર્થ–સ્ત્રીઓ બીજા કોઈ પુરુષ સાથે જે વખતે પ્રિય વચનથી બોલતી હેય (વાતચીત કરતી હોય) અથવા બોલાવતી હોય, એ જ વખતે તેઓ બીજા કોઈ પુરૂષ ઉપર કટાક્ષ નાખતી હોય (ફેકે) છે. અને હૃદયમાં કોઈ બીજા પુરૂષને જ ચિંતવતી હોય છે, એ પ્રમાણે મનથી વચનથી અને કાયાથી જૂદા જૂદા વ્યાપારવાળી સ્ત્રીઓની એ અસ્થિર મનવૃત્તિને ધિક્કાર છે. ૮૪
સ્પષ્ણાર્થ–આ લેકમાં સ્ત્રીઓની મન વચન કાયાની વૃત્તિઓ (વ્યાપાર) એક સરખી નથી હોતી પરન્તુ ભિન્ન ભિન્ન (જૂદી જૂદી) હોય છે તે જણાવે છે, જ્યારે કઈ સ્ત્રી અમુક એક પુરૂષની સાથે પ્રેમ વચનેથી બોલતી હોય, છે ત્યારે તે જ વખતે એની આંખના ચાળા કેઈ બીજા પુરૂષ સામે ચાલતા (થતા) હોય છે, અને મનમાં વળી કે ત્રીજા જ પુરૂષને ચિંતવતી-ચાહતી હોય છે. એ પ્રમાણે સ્ત્રીના મનમાં કંઈ વચનમાં કંઈ ને તેને કરવાનું કંઈ હાય છે. તેથી કુટિલ વૃત્તિ એટલે માયાવી વૃત્તિવાળી સ્ત્રીને અહિં ધિકાર પત્ર કહી છે. સ્ત્રીઓની એ કુટિલ વૃત્તિને મેહનીયને ક્ષય કરવા તત્પર થયેલા ગીઓ જ સમજી શકે છે. મેહી પુરૂષે તે એ માયાવી વૃત્તિને પણ પ્રેમ રૂપ માની મેહમાં ફસાય છે. વ્યવહારમાં પણ કવિઓએ માયા પ્રપં. ચવાળા જીવોના નંબર ગોઠવવામાં સ્ત્રી ચરિત્રને નંબર સાથી મુખ્ય ગણે છે. વ્યાપારીઓમાં વણિક કળાને પહેલા નંબરની ગયું છે, તેથી પણ સ્ત્રી ચરિત્ર ચઢીયાતું છે, કારણ