________________
૪૦૬
[ શ્રી વિજ્યપધસૂરિકૃતકરનાર વિવેક રૂપી સૂર્ય (મારા હૃદય રૂપી આકાશમાં) ઉગે છે અને તે મારા હૃદયમાં પ્રકાશ કરી રહ્યો છે તે હવે હારા જેવાને આનંદ કયાંથી (શે) થવાને છે ? ૮૩
સ્પષ્ટાર્થ—હદયમાં જ્યારે વિવેક રૂપી સૂર્યને ઉદય થાય છે ત્યારે કામદેવનું એટલે કામ વિકારનું જોર નરમ પડી જાય છે, તેથી કઈ વૈરાગ્યવંત પુરૂષ એ સંબંધમાં કામદેવને આક્ષેપ અથવા તિરસ્કાર કરવા પૂર્વક કહે છે કે, હે કામદેવ! હવે તું મારા હૃદયને વધવા માટે ધનુષને દેરી શા માટે ચઢાવી રાખે છે? કારણ કે ત્યાર શબ્દાદિ રૂપ ધનુષ્ય (બાણ) હવે મારા હૃદયમાં વાગશે નહિં, એટલે સર્વથા નિષ્ફળ જ જશે એમ તું જરૂર સમજી લેજે. કારણ કે મારા હૃદયમાં શ્રી સશુરૂના ઉપદેશથી અને શ્રત જ્ઞાનના આરાધનાથી વિવેક રૂપી સૂર્ય પ્રકાશ પ્રસરી રહ્યો છે, તેથી મારા આત્મ સ્વરૂપને મેં જાણ્યું છે અને ત્યારે આધીન (તાબે) રહેવામાં જે ભયંકર પરિણામ આવે છે તેને પણ હું સમજી ગયો છું, હવે હું માનું છું કે ત્યારા ધનુષ્ય (બાણ) થી વિંધાયેલા પુરૂષે મરણ પામીને દ. તિમાં જ જાય છે, અને આ ભવમાં પણ આત્મસ્વરૂપને ભૂલાવી બેભાન કરી ન કરવા ગ્ય ખરાબ કામ કરાવે છે. હું પણ ત્યારે આધીન રહી અનેક દુઃખો આ ભવમાં ને પાછલા ભવમાં ભેળવ્યાં છે, હજી સુધી તું મારા હૃદયમાંથી ખસતો નથી અને હારી રહેજ પણ અવગણના કરવાને પ્રસંગ આવે છે કે તુર્તજ તું ત્યારે શબ્દ રૂપ રસ ગધ સ્પર્શરૂપ ધનુષ્ય પર આણ ચઢાવી મને હેરાન કરવા