________________
૪૦૭
સ્પષ્ટાથ સહિત વૈરાગ્યશતક] તૈયાર થાય છે, પણ હવે મને હારા ધનુષ્યની પરવા (બીક) છેજ નહિ, નકામે ધનુષ્ય પર બાણ ચઢાવી સામે શા માટે તાકી રાખે છે? શ્રી શ્રુતજ્ઞાનના પ્રભાવથી ઉગેલા વિવેકરૂપી સૂર્યના પ્રકાશથી મારા નક્કર હદયમાં હારા ધનુષ્યમાંથી છૂટેલું બાણ અફળાઈને ભાગી ભૂકે થશે, માટે હવે તારે એવું સાહસ કરવું વ્યાજબી નથી (અહિં કામદેવનું ધનુષ્ય પુષ્પ છે તે કેમળ છે અને સૂર્યના પ્રકાશથી નરમ વસ્તુ - સૂકાઈને અત્યંત કઠિન થઈ જાય છે, તેથી કઠણ પદાર્થમાં હૃદયમાં) પુષ્પને ઘા લાગે નહિં, એ ઉપનય વિચારે.)
વળી તું મારું હદય વિંધવાને પુષ્ય બાણ મારે છે એટલું જ નહિ પરંતુ સુંદર નેત્રવાળી સ્ત્રીઓની ભ્રકુટિઓ નચાવી નચાવીને પણ તું હરે (ત્યારે) વશ કરવા ઈચ્છે છે, કારણ કે સુંદર સ્ત્રીઓની આંખેને પ્રેમ ચાળાથી વિષયી મનુષ્ય કામવશ બની જાય છે, તેથી તું એ ઉપાયને કેળવવામાં જે ડહાપણ વાપરે છે, તે પણ નકામું છે. કારણ કે હું વિવેક સૂર્યને પ્રકાશ થવાથી સ્ત્રીઓનું સ્વરૂપ અને તે સ્ત્રીઓના પ્રેમ ચાળામાં લેભાઈ જનાર જીની શી બૂરી દશા થાય છે તે પણ બહુ જ સારી રીતે જાણું છું. માટે તું એવી ચતુરાઈને અભ્યાસ નકામો જ કરે છે. કારણ કે મારા હૃદયમાં ઉગેલા વિવેક રૂપી સૂર્યથી વૈરાગ્ય રૂપી કમલિની (પોયણી) વિકસ્વર થઈ છે એટલે મારા હદયમાં વૈરાગ્ય ભાવ પૂર જેસમાં પ્રકટ થયે છે, તેથી દષાકરને એટલે ચન્દ્રને (ચન્દ્રના ઉદય કાળવાળી અજ્ઞાનતા