________________
સ્પષ્ટાર્થ સહિત વૈરાગ્યશતક ]
- ૩૧ પરન્તુ તે એટલાં બધાં છે કે હૃદયમાં સમાઈ શક્તાં નથી તેથી બહાર આવી ગયેલાં હોવાથી બહારના અવયમાં દેખાય છે. અર્થાત્ સ્ત્રીના હૃદયમાં ઉગેલું કપટ રૂપી ઝાડ એટલું બધું ફેલાઈ ગયું છે કે જે હૃદયમાં પણ સમાતું નથી માટે હૃદયની બહાર નીકળી આવ્યું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સ્ત્રીના હૃદયમાં કપટ ઘણું જ છે.
એ પ્રમાણે એક તે સ્ત્રી અતિશય માયા પટથી ભરેલી છે, અને તે સાથે વળી એનાં નેત્ર (આંખ) પણ બહુ ચંચળ (અસ્થિર ) છે, તે એવી અનેક દુર્ગાવાળી સ્ત્રીને સંગ કયે બુદ્ધિમાન પુરૂષ ઈછે? અર્થાત્ નિર્મલ બુદ્ધિવાળા પુરૂષ તે સ્ત્રીના સંગને ઈચ્છતા જ નથી.
પ્રશ્ન–સ્ત્રીને સંગ તે ઘણાએ બુદ્ધિમાન પુરૂષ પણ કરે છે, ઈન્દ્રો તથા ગૃહસ્થ તીર્થકર પણ સ્ત્રીને સંગ કરે છે તે શું એ સર્વે બુદ્ધિ વિનાના જાણવા?
ઉત્તર–અહિં સ્ત્રીઓના સંગ માત્રથી જ બુદ્ધિ રહિત પણું છે એમ નહિં, પરંતુ જે ભેગ રસિક અજ્ઞાની છે સંસારનું સ્વરૂપ સમજતા નથી અને સ્ત્રી સંગમાં જ પિતાના અમૂલ્ય માનવ જીવનને બરબાદ કરે છે, એવા મિથ્યાદષ્ટિ જી બુદ્ધિ વગરના ગણાય, કારણ કે તેઓ મિથ્યાત્વના જોરથી સ્ત્રી સંગ ત્યાગ કરવા લાયક છે એમ સમજતા જ નથી, અને ઈન્દ્રો તથા તીર્થકર વિગેરે સમ્યગૃષ્ટિ જીવે છે કે બંધાયેલા ભેગા કર્મના ઉદયથી