________________
-
૩૮૫
સ્પષ્ટાર્થ સહિત વૈરાગ્યશતક ] આરમા એ ચાર દેવલોકના દે તેથી પણ અધિક વિવેકી હોવાથી દેવાંગનાઓનું માત્ર મનથી જ ચિંતવન કરે અને દેવાંગનાઓ એ દેને કામબુદ્ધિથી ચિંતવે એટલા અલ્પ વિષયાભિલાષથી આનંદ માને છે માટે તે દેવ મનઃરિવારો કહેવાય છે. અને તેથી ઉપરના નવ રૈવેયકના તથા પાંચ અનુત્તરના દેવો કે દેવાંગનાઓને મન માત્રથી પણ ઈચ્છતા નથી તેથી તેઓને અત્રિ કહ્યા છે, એ પ્રમાણે સ્કૂલ કામક્રીડાની અપેક્ષાઓ ઉપર ઉપરના દેવ અ૫ અલ્પ કામવિકારી અને અવિકારી હોય છે. એમાં પ્રવેયક અનુત્તર દેવેને જે કે અવિકારી કહ્યા છે તે કેવળ પ્રગટ મને ભિલાષના અભાવે જ અપરિચારી જાણવા. પરન્તુ અવ્યક્ત થોડો મને ભિલાષ તો છે જ. તેઓ વીતરાગ પ્રભુની જેમ વેદવિકારથી સર્વથા રહિત નથી.
વળી દેવીઓની ઉત્પત્તિ (જન્મ) તે પહેલા બે દેવલેક સુધી જ થાય છે. તેમાં જે ગણિકા ( વેશ્યા) જેવી અપરિગ્રહિતા દેવીઓ છે, તે આઠમા દેવલેક સુધી વિકારની તૃપ્તિને માટે જાય છે, તેમાં પણ પહેલા દેવલોકની અપરિગ્રહિતા દેવીઓ ત્રીજા પાંચમા ને સાતમા દેવક સુધી જાય છે અને નવમા અને અગીઆરમાં કલ્પના દેને પોતાના જ સ્થાનમાં રહીને વિકાર વૃત્તિથી ચિંતવે છે. તેથી એ દેવીઓ ૩-૫-૭-૯-૧૧ મા કલ્પના દેને ઉપ
ગ કરવા લાયક ગણાય છે, અને એ રીતે જ બીજા દેવલોકની અપરિગ્રહિતા દેવીઓ ૪-૬-૮-૧૦-૧૨ મા કલ્પના દેને ઉપભેગા કરવા લાયક ગણાય છે. એ દેવીઓમાં ૨૫