________________
૩૬૨
[ શ્રી વિજયપધસૂરિકૃતપ્રિય ગણીને નિરખતા ધિક્કાર તેના રાગને, કેધવાળી નારના ધરતા નયન રાતાશને ૨૫૮ તરછોડતા તે વચન બેલે આકરા અણછાજતા, ભ્રકુટી ચઢાવીને બતાવે ભાલ ભીમ તિમ ફરકતા; હઠ તેના પરસ્પર વાળ વિખરી જાય છે, કામ કેરા સંગથી બરબાદ જીવન થાય છે, ૨૫૯
અક્ષરાથ–કામદેવ વડે (વિષય વાસના વડે) ડામા- . ડળ બનેલ હૃદયવાળા કામજને ક્રોધથી અતિશય લાલચળ બનેલું અને વિશાળ નેત્રવાળું, (સ્ત્રીનું મુખ) તથા તિરસ્કારનાં વચનેથી નિંદનીય, અથવા કામી જનને નિંદતું, તથા ક્રોધથી ચઢાવેલી ભમ્મરવાળા કપાળ વડે ભયંકર દેખાતું, તથા હોઠના ફફડાટથી દુખે કરી જોઈ શકાય એવું અને બહુ હાલતા છૂટા કેશવાળું એવું કોધ થાય તે વખતનું સ્ત્રીનું દુષ્ટ મુખ પણ બહુ સુંદર લાગતું હોય એમ (કામી જને) દેખે છે, (માને છે) ખેદની વાત છે કે કામીજનેની આ કેવી મૂઢતા, મૂર્ખતા છે! ૭૫
સ્પષ્ટાર્થ–સ્ત્રીનું આનંદી મુખ જોઈને અને પ્રેમ ભરેલા મધુર વચન સાંભળીને અને પ્રેમ ભર્યા હાવભાવ જેઈને કામીના હૃદયમાં આનંદ થાય અને પ્રેમ જાગે એ તે સાધારણ રીતે સમજાય તેવી વાત છે, પરંતુ સ્ત્રીના કેપવાળા મુખને જોઈને પણ કામીજન આનંદ પામે એ કઈ જાતને મેહ! કે જે વખતે સ્ત્રીઓ ક્રોધથી લાલચોળ જેવી આંખે