________________
સ્પષ્ટાથ સહિત વૈરાગ્યશતક ] કરી હોય. તે સ્ત્રી કામ પ્રત્યે નકામીને ઉદ્દેશીને) તિરસ્કારનાં વચને બેલતી હોય એટલે મૂઢ! મારી પાછળ ભમનારા. અને મને જ દેખી રહેલા તને ધિક્કારે છે, એમ બોલે છે. વળી ઘરમાં સ્ત્રીની સાથે કલેશ થાય છે ત્યારે પણ સ્ત્રી ધણીને અનેક દુર્વચને બોલી નિભ્રંછના (તિરસ્કાર) કરે છે, હડકાયા કૂતરાની માફક હાંકી કાઢે છે, લેકને ભેગા કરી પુરૂષની ફજેતીના ફાળકા કરે છે, ભ્રકુટી ચઢાવી (ભવાં ચઢાવી) ભયંકર લલાટ કરે છે, હોઠ ફફડાવે છે, બડબડતી જાય છે, અને કેશ છૂટા રાખી ભૂતડીના જેવું ભયંકર રૂપ ધારણ કરે છે, તે પણ વિષયને લાલચુ કામી પુરૂષ તેવા ભયંકર મુખને પણ સુંદર મુખની માફક જુએ છે, એટલે એમ માને છે કે“આ સ્ત્રીનું મેટું કેવું સુંદર છે ? બહુ જ મને હર છે.” કામવાસનાના પાપથી દીન-ગરીબ ગાય જે અને રંક જે બની જાય છે, સ્ત્રી જે કહે છે તે હાજર કરી આપે છે, જ્યાં બેસવાનું કહે ત્યાં બેસે છે ને ઉભે રહેવાનું કહે તે ઉભે રહે છે. એ પ્રમાણે મદારીના માંકડાની માફક સ્ત્રી નચાવે છે, હાડ હાડ કરે છે, તે પણ ભટકતા ભૂતની માફક કામીજન તેવી સ્ત્રીની પાછળ પણ ભમ્યા કરે છે અને ગુલામગીરી ઉઠાવે છે. અહ! કામદેવને વશ થયેલા પુરૂષે કેટલા બધા દિમૂઢ બની જાય છે, આવા વિષયાંધપણને ધિક્કાર છે. ધન્ય છે યેગી મહાત્માઓને કે જે સ્ત્રીઓની ગુલામગીરીથી મુક્ત થઈ આત્મ સ્વરૂપમાં સદા આનંદી રહે છે, ભવ્ય જીવોએ સ્ત્રીની બાબતમાં કેવી વિચારણા કરીને શીલ ધર્મને ટકાવી આ બાબત શ્રી સૂત્રકૃતાંગ (સૂયગડાંગ) સૂત્રના ત્રીજા ઉપસર્વાધ્યયનમાં કહ્યું છે કે