________________
૩૪૦.
[ શ્રી વિજયપક્વસુકૃિતસાધન અને ધન પેદા કરવા માટે છે. અને છેલ્લી વૃદ્ધાવસ્થા (ઘડપણ) જ ધર્મ સાધન કરવા માટે છે, ” પણ તેઓ એમ નથી જાણતા કે જે વૃદ્ધ ડેસ (ઘરડો માણસ) ઘર કામ માટે નાલાયક થયે એ ડેસો ધર્મારાધન જેવા પરમ પુરૂષાર્થને સાધવા લાયક કઈ રીતે થઈ શકશે? એને અર્થ તે એટલે જ કે બીન સમજણવાલા અને કંજૂશ જ ઘરમાં લાવેલ ઉત્તમ ફળ પિતે ખાય ને નહિં ખાવા લાયક કેહેલાં ફળ પ્રભુની આગળ ધરે એ જેમ મહા મૂર્ખાઈ ગણાય છે તેમ શક્તિવાળું જીવન એશઆરામ ને ભેગમાં ગુમાવે અને વૃદ્ધાવસ્થા જેવું કહેલું નિર્માલ્ય જીવન ધર્મ સાધનને માટે રાખે ( જણાવે) તે પણ એક પ્રકારની મહા મૂર્ખાઈ છે. એવા નિર્માલ્ય જીવનથી ધર્મ સાધન કરવાને ઉદ્યમ શી રીતે થઈ શકે? બળવાન શત્રુને જીતવાને માટે ખખડી ગયેલા ડેસ ડેસીઓનું નિર્માલ્ય લશ્કર ઉભું કરી કયે રાજા વિજય પામી શકે ?
એટલે બળવાન શત્રુને જીતવા માટે એવું અશક્ત લશ્કર કામમાં આવે જ નહિ. જે એવું લશ્કર કામમાં ન આવે તે મેહ જેવા બળવાન શત્રુને જીતવામાં વૃદ્ધાવસ્થા જેવી મલિન ને નિર્માલ્ય અવસ્થા કઈ રીતે મદદ કરી શકે? અર્થાત્ ન જ કરી શકે માટે મોહ રાજા જેવા અતિ બળવાન રાજાને જીતવા માટે તે અધિક બળવાળી યુવાવસ્થા (જુવાની) જ ઉપગી (વધારે મદદ કરી શકે છે છે, જે અજ્ઞાન જને વૃદ્ધાવસ્થાને જ ધર્મ સાધનની અવસ્થા માને છે તેઓ ધર્મ વસ્તુને જ સમજતા નથી, અને ધર્મને