________________
સ્પષ્ટાર્થ સહિત વૈરાગ્યશતક ]
૩૩૯ નિર્મળ એવા પરમાત્મપદનું બહુ જ સ્પષ્ટતાથી ધ્યાન ધરવું–કરી લેવું જોઈએ. ૭૦
પક્ષથ-નિર્મલ જ્ઞાન દર્શન ચારિત્રની આરાધના રૂપ મેક્ષ માર્ગનું આરાધન ત્યારે જ થઈ શકે છે કે જ્યારે શરીર નિરોગી હય, પાંચે ઈન્દ્રિય શક્તિવાળી હોય, અને યુવાવસ્થા હેય. કારણ કે પ્રબલ પુણ્યદયે કદાચ સાધુપણામાં હાય પરંતુ શરીર જે રોગી હોય તે વિહાર થઈ શકે નહિં, પતિલેખનાદિ (પડિલેડણ વિગેરે) સાધુ કિયાએ થઈ શકે નહિ, મનની શાંતિ રહે નહિ ને પગલે પગલે અપવાદ સેવવાની જરૂરીઆત ઉભી થાય. અને જે ઈન્દ્રિય અશક્ત હોય તે (ચક્ષુ ઈન્દ્રિયની અશક્તિ હોય તે આંખમાં રેગ થયે હેય તે) જીવ જંતુ નજરે પડે નહિં, શ્રોતેન્દ્રિયની અશક્તિથી શાસ્ત્ર વચન સાંભળી શકાય નહિ વિગેરે પ્રકારે સાધુ ધર્મની સાધનામાં પણ વ્યાઘાત (વિન ઉભું) થાય અને ધર્મ વૃદ્ધિને અભાવ થાય, તે કારણથી જ કાયાનું આરોગ્ય અને ઇન્દ્રિયોની પટુતા ધર્મ સાધનમાં બહુ જ સારી રીતે મદદ કરી શકે છે. તેમજ જે ઘડપણ હોય તે મુનિઓની વૈયાવચ્ચ થઈ શકે નહિં, વિહાર થઈ શકે નહિં, દેડકંપ શ્વાસ વિગેરે કારણથી પાત્રાદિક પણ પડી જાય, ધર્મ દેશનાનું સાંભળવું વિગેરે ધાર્મિક કાર્યોમાં શિથિલતા થાય, તેથી યુવાવસ્થા ધર્મ સાધનમાં વધારે મદદ કરી શકે છે. ઘણું અજ્ઞાન જને એમ કહે છે કે “બાલ્યાવસ્થા” રમત ગમત કરવા માટે છે, યુવાવસ્થા ભાગના