________________
સ્પષ્ટાથ સહિત વૈરાગ્યશતક]
- ૩૧ એક નિર્માલ્ય (તુચ્છ) બીન જરૂરી ચીજ માને છે, તેથી જ તેઓ એમ બેલે છે. જે ધર્મનું રહસ્ય અને મહા બળવાન મેહ રાજાને જીતવાની વધારે જરૂરીયાત માનતા હત તે તેઓ કદી પણ ઉપર જણાવ્યું તે બેલે જ નહિં. કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યાં સુધી વૃદ્ધાવસ્થા આવી નથી ત્યાં સુધી એટલે યુવાવસ્થામાં જ રહેલાં ચેતીને પરમ પદનું ધ્યાન કરવું, અને એ મોક્ષ રૂપ અથવા પરમાત્મ પદ રૂપ પરમ પદ કર્મના અંશથી પણ રહિત સ્થિર અને ચેપ્યું છે, તેવા પદનું ધ્યાન પૂરેપૂરા સામર્થ્ય (બલ શક્તિ) વિના થઈ શકે જ નહિ. મેક્ષ પદના ધ્યાનમાં આ વિચારણા હોય છે. (૧) સ્યાદ્વાદ શિલીએ મેક્ષનું સ્વરૂપ શું? (૨) સિદ્ધશિલાનું પ્રમાણ કેટલું ? (૩) સિદ્ધ શિલાના પ્રમાણ જેવડા બીજા ત્રણ પદાર્થો કયા કયા સમજવા? (ઉ. સમય ક્ષેત્ર, ઉડુ વિમાન, સીમંતક નરકાવાસ. ) (૪) ચાર નિક્ષેપાએ અને આગમ, નાઆગમથી સિદ્ધનું
સ્વરૂપ શું? (૫) તેમનું ધ્યાન રક્ત વણે કયા મુદ્દાથી કરાય છે. (૬) સિદ્ધ પરમાત્માએ કઈ રીતે સિદ્ધપણું મેળવ્યું? (૭) એ રીતે મારો આત્મા હાલ ચાલે છે કે નહિ? વિગેરે પ્રકારે વિચારણું અને શુભ ક્રિયા કરવા રૂપ ધ્યાનથી ઘણું ચીકણાં કર્મોને પણ નાશ થોડા કાલમાં જરૂર થઈ શકે છે. મેક્ષ પદની વિચારણને અનુસારે જ પરમાત્મ પદની પણ વિચારણા કરવાની છે. જેમાં કિયાને અનાદર હોય તે ધ્યાન કહી શકાય જ નહિ. મુખ્યતાએ ધ્યાન રૂાન સ્વરૂપ છે. અને મોક્ષને લાભ શ્રી જેનાગમમાં