________________
કરી
કુથલી નદી વિકાસ
સ્પષ્ટાથ સહિત વૈરાગ્યશતક ].
૩૨૯ ખાનપાનમાં જીભના લાલચે થઈ ગયા, પાંચ ઈન્દ્રિયોના વિષ સેવવામાં લુપી બન્યા, ક્રોધ માન માયા લેભ વિગેરે કષાયોમાં વ્યાકુળ ચિત્તવાળા થયા, અતિશય ઉંઘ વિગેરેથી આળસુ બની ગયા, સુખશીલીયા થઈ ગયા. નકામી કથા વાર્તાઓ ને કુથલીઓ સાંભળવામાં રસીયા બન્યા. એ પ્રમાણે મદ્ય વિષય કષાય નિદ્રા ને વિકથા એ પાંચ પ્રકારના પ્રમાદે કરીને પ્રમાદી બનીને પામેલી દેવ ગુરૂ ધર્મની સામગ્રીને સદુપયેગ કરી શક્યા નહિં અને ઉત્તમ ધર્મારાધનને સમય ગુમાવી ધર્મનો નાશ કરે છે, એવા પ્રમાદી જીવે ચપળ ચિત્તને વશ કરવાને તૈયાર થાય તો પણ સંદેહ છે કે કદાચ વશ કરે અથવા ન પણ કરે, અને કદાચ એકવાર વશ કરે તે પણ વારંવાર પતિત થાય તેથી એવા પ્રમાદી જી મોક્ષ મેળવી શકશે એ નકકી નહિ. અહિં “ નકકી નહિં” એમ કહેવાનું કારણ એ છે કે કેટલાએક ભવ્ય જી તથાવિધ ભવ્યત્વના પરિપાકથી અતિશય ઉત્સાહવાળા થઈને અનંતગુણ વિશુદ્ધિએ નિરતર વૃદ્ધિમાં વર્તતા રહે તે ક્ષેપક શ્રેણિ પામી મેક્ષે જાય પણ ખરા પરંતુ ઘણુ જીવે તો પ્રમાદમાં રહી પતિત થઈ જાય છે, એ અપેક્ષા એ અહિં પ્રમાદી જીવને નક્કી મેક્ષ નથી એમ એકાન્ત વચન ન કહેતાં કેટલાએક પ્રમાદી એવા જીવોને આશ્રીને અનેકાન્ત વચન કહ્યું છે.
તથા કૃપણ જીમાં પણ કેઈક જ કૃપણ જીવ આસન્નસિદ્ધિક ભવ્ય હાય ને ભવ સ્થિતિને પરિપાક થયો હોય તે તે કંજૂસાઈને નાશ કરીને ઈન્દ્રિય નિગ્રહ કરી મેક્ષ મેળવી