________________
સ્પદાર્થ સહિત વૈરાગ્યશતક ]
૩૫ આવા ધમાં વિવેક દયા વિગેરે ગુણે કયાંથી હોય? જગતમાં અનેક મનુષ્યનાં ખૂન થાય છે તેમાં ઘણું કરીને કોઈ પણ કારણ હોય છે. એક રાજ્ય બીજા રાજ્ય સામે લઢીને લાખો મનુબેને સંહાર કરી નાખે છે, તેમાં પણ ઘણું કરીને ક્રોધ કારણ હોય છે. એ પ્રમાણે કેવી માણસમાં મેટી મેટી હિંસાઓ પ્રવર્તે છે, ક્રોધથી જૂઠું બેલે છે. કેધથી જ સર્વ પ્રકારના કલેશે ઉત્પન્ન થાય છે, ક્રોધથી ચાડી ખાવાને દુર્ગણ પેદા થાય છે, કોધથી નિંદાની ઉત્પત્તિ થાય છે, એમ ક્રોધથી અનેક દુ વાળે જીવ બને છે. માટે આ લેકમાં કવિ કહે છે કે એ ક્રોધને હૃદયમાંથી દૂર કરે એ જ કલ્યાણકારી છે. તે પણ કેવી રીતે દૂર કરે તે સંબંધમાં કવિ દાખલ દઈ સમજાવે છે કે જેમ કુટીને શત્રુ રાજ્ય સાથે મળી ગયેલા પ્રધાનને રાજાએ રાજ્યના સુરક્ષણ માટે રાજ્યથી ઘણે દૂર કાઢી મૂકે જોઈએ અથવા રાજાએ પોતાના તાબામાં રાખે જોઈએ અને તેનું કહ્યું ન માનવું જોઈએ. તેવી રીતે ભવ્ય જીએ અનેક પાપ બુદ્ધિઓને ઉત્પન્ન કરાવનાર અને અનેક દુરાચાર કરાવનાર એવા ક્રોધને પણ હૃદયમાંથી જલ્દી કાઢી મૂક જોઈએ, અથવા ક્રોધના કારણેને દબાવીને ક્ષમા ગુણ ધારણ કરે જોઈએ. ક્રોધની ઉત્પત્તિ થવાનાં કારણે ઘણું છે. તેમાંનું એક કારણ એ છે કે, જ્યારે પિતાને અરુચતું કાર્ય બીજે માણસ કરે, અથવા પિતાને પ્રતિકૂલ (અણગમતા પ્રસંગે ઉપસ્થિત થાય, ત્યારે ક્રોધ ઉત્પન્ન થાય છે. આ અવસરે સમજુ ભવ્ય જીવો બેબીની સામે