________________
૩૪
[ શ્રી વિજ્યપધસૂરિકૃતનહિં પરંતુ વિવેક બુદ્ધિને પણ નાશ થાય છે. આ ક્રોધ ન કહેવાનાં વચન તેની પાસે બોલાવે છે અને ન કરવાનાં કાર્ય તેની પાસે કરાવે છે. ક્રોધી શિષ્ય ગુરૂને કે દેવને પણ ગણતા નથી. કોબી સેવક પિતાના માલિકને પણ ગણત નથી ને ગુરૂની આગળ તથા માલીકની આગળ અપશબ્દો બેલે છે, તેને નાશ ઈચ્છે છે, અને બનતા પ્રયત્ન જેટલું નુકશાન થઈ શકે તેટલું નુકશાન કરે છે. પર પુરૂષની સાથે નેહવાળી સ્ત્રીઓ પતિના ઠપકાથી ક્રોધી બનીને પતિને પણ મારી નાખે છે. કોધી બનેલે પ્રધાન શત્રુ રાજ્યમાં જઈ શત્રુ રાજાની સાથે મળી પિતાના રાજાને મારી નંખાવે છે. ખરેખર એવું કર્યું અકાર્ય છે કે જે અકાર્ય ક્રોધી જીવ ન કરતો હોય? ક્રોધી જીવને અંધની ઉપમા શાસ્ત્રકારે આપે છે. જેમ અંધ પુરૂષ કંઈ દેખાતો નથી તેમ ક્રોધી જીવ સગા સંબંધી વિગેરે કેઈને દેખતે નથી, અને તેનું વિર વાળવા આકાશ પાતાળ એક કરે છે. મદિરાથી ઉન્મત્ત બનેલા જાદવ પુત્ર વડે પરાભવ પામવાથી દૈપાયન મુનિ કે જે માટે તપસ્વી હતે તેણે અતિશય ક્રોધમાં આવતાં જાદવના પુત્રને શિક્ષા કરવા જેવા ગુન્હાને સ્થાને આખી દ્વારિકા નગરી બાળી દેવાનું કુર નિદાન (નિયાણું) કર્યું, તેથી મરીને અગ્નિકુમાર દેવ થઈ પોતાની તપશ્ચર્યાના નિદાનથી (નિયાણાથી) આખી દ્વારિકા નગરી બાળી મૂકી, એટલું જ નહિ પરંતુ જે નિરપરાધી પ્રજાજને નગર બહાર નિકળવા લાગ્યા તે પ્રજાજનોને પણ પાછા નગરીમાં લાવી લાવીને બાળી મૂકયા. આ તે કોઇની કંઈ હદ!
દ્વારિકા નગર શિક્ષા કરે . અતિશય