________________
સ્પાથ સહિત વૈરાગ્યશતક ]
૩૧૯ આગળ ગીત નકામું છે, તેમ અંધની આગળ સૂર્યને પ્રકાશ પણ નકામે છે. માટે જ કવિએ આ લેકમાં કહ્યું છે કે
જ્યાં સુધી દૈવ અનુકૂળ હોય ત્યાં સુધી જ તે જીવને સૂર્યનાં કીરણે પ્રકાશ કરી શકે છે.
- એ પ્રમાણે કુબેર કે જે લેકમાં ઈન્દ્રિને ખજાનચી મહા અદ્વિવાળ ને ધનવાળો ગણાય છે, અને જૈન શાસ્ત્રમાં તે ઈન્દ્રિના ચોથા લેકપાલ દેવ તરીકે પણ પ્રસિદ્ધ છે. તે ઘણી અદ્ધિવાળો છે. પરંતુ એ દેવ કંઈ પિતાની અદ્ધિ બીજાને એકદમ દઈ દેતા નથી, પરંતુ જે એ કઈ જીવની પુણ્યાઇથી તુષ્ટમાન થાય અથવા ઈન્દ્ર આજ્ઞા કરે તે જગતમાં કૃપણે વિગેરેનું ઘણું ધન લાવી લાવીને તે પુણ્યવંત જીવના ઘરમાં ભરી દે છે. શ્રી તીર્થ કર ભગવંતના સંવત્સરી દાન વખતે પણ એ જ કુબેર દેવ સર્વ પ્રકારનાં ધન લાવી લાવીને પૂરે છે પરંતુ એ રીતે કુબેર દેવ પણ જીવને ધન પૂરે છે, તે જ્યાં સુધી એ શ્રી તીર્થકર વિગેરે ભવ્ય જીની પૂર્વ ભવની પુણ્યાઈ રૂપ દૈવ અનુકૂળ હોય ત્યાં સુધી જ ધન પૂરું કરે છે, અને પુણ્યાઈ ખવાઈ ગયા પછી તે સગે દીકરો પણ બાપને રિટલે ખવરાવતો નથી, તે સાવ પારકે કુબેર દેવ એને ધન ક્યાંથી પૂરે? તેથી એ પુણ્યવંત જીવને માટે કુબેર દેવ પણ ત્યાં સુધી જ ધનવાન ગણાય છે કે જ્યાં સુધી એ જીવનું પુણ્ય પહોંચે છે એમ કવિએ કહ્યું છે તે વ્યાજબી જ છે. અથવા કુબેરની પાસે પણ મહા ઋદ્ધિ જ્યાં સુધી