________________
૩ર૦
[ શ્રી વિજયપધસૂરિકૃતએની પુણ્યાઈ બળવાન હોય, ત્યાં સુધી જ રહે છે. તે પૂરી થયા પછી તે સ્થિતિ જરૂર પટાય છે. - તથા જ્યાં સુધી પૂર્વ ભવની પુણ્યાઈ પહેચે ત્યાં સુધી શરીર નિરોગી અને સશક્ત રહે અને તેથી યુવાવસ્થામાં સ્ત્રી હાલી લાગે, પરંતુ પુણ્યાઈ તેવી ન હોય અથવા ખાલી થઈ ગઈ હોય તે યુવાન અવસ્થા હેવા છતાં પણ શરીરમાં અનેક વ્યાધિઓ ઉત્પન્ન થાય, જેથી તે વખતે સ્ત્રી ગમે તેવી સુંદર સ્વરૂપવાળી હોય તે પણ હાલી ન જ લાગે, એટલું જ નહિં પરંતુ સ્ત્રીને દેખી દેખીને જીવ બન્યા કરે. માટે દૈવ અનુકૂળ હોય ત્યાં સુધી જ સ્ત્રી હાલી લાગે છે.
તથા પુણ્યાઈ પહોંચે ત્યાં સુધી જ પૃથ્વી એટલે ખેતર ઘર, હાટ, બાગ બગીચા વગેરે વહાલા લાગે છે, કંઠ સારે હોય તેથી બીજા શ્રેતાઓને વાણી મીઠી લાગે, ત્યાં સુધી જ ધર્મ સાધનમાં સારે ઉદ્યમ થઈ શકે છે અને ત્યાં સુધી જ પુણ્યકર્મો કરવાને ઉત્સાહ જાગે છે, પરંતુ પુણ્યા ખવાઈ જતાં પૃથ્વી અપ્રિય થઈ પડે છે. રોગ વિગેરે કારણથી કંઠ બગડતાં બીજાને અપ્રિય લાગે એ અવાજ થઈ જાય ધર્મ સાધનમાં જોઇતી સામગ્રીઓ ન મળે, તેમજ સામગ્રીઓ મળે તે આળસ આવે, પ્રમાદ વધે, મિત્ર પણ શત્રુ જે થઈ જાય, દુઃખમાં કઈ ભાગ ન લે, મદદ ન કરે એ બધું પ્રતિકૂળ દૈવને લઈને જ બને છે, આ બીને જણાવીને ગ્રંથકાર કવિરાજ જે ભવ્ય છે, (૧) દયા ધર્મને પાલે છે.