________________
૩૧૮
[ શ્રી વિજયપરિકૃતઆરાધનાથી કે વિરાધનાથી પુણ્ય પાપ ઉપાર્જન કર્યું છે તે પુણ્ય કે પાપને ઉદય તે જ અનુક્રમે અનુકૂળ અને પ્રતિકૂળ ભાગ્ય કહેવાય છે. પરંતુ દૈવ શબ્દથી કઈ સમર્થ દેવ લેવાને નથી. સિદ્ધ પરમાત્મ સ્વરૂપવાળા ઇશ્વર લેવાના નથી, કારણ કે જે સમર્થ દેવ છે તેનું સામર્થ્ય પણ તેની પૂર્વ ભવની પુણ્યાઈથી છે, પરંતુ પિતાનું સ્વતંત્ર સામર્થ્ય નથી. ઈશ્વર પરમાત્મા જે શુદ્ધ સ્વરૂપી છે તે છે કે સ્વતંત્ર અનંત સામર્થ્યવાળા છે, તે પણ તે રાગ દ્વેષ રહિત નિરંજન નિરાકાર અશરીરી હેવાથી જગતના જીનું ભલું કે ભુંડું કરવાની ઈચ્છાવાળા હાય જ નહિ, તેથી જીવનાં પિતાનાં કરેલા જે પુણ્ય કર્મ કે પાપ કમ તેજ દૈવ શબ્દનો અર્થ એટલે કર્મ એ જ દૈવ છે, અને એ કર્મને જ કે દેવ કહે છે તે કઈ પ્રારબ્ધ કહે છે તે કઈ ઈશ્વર કહે છે એમ જુદા જૂદા નામથી ઓળખે છે. માટે દૈવ અનુકૂળ હોય એટલે પૂર્વ ભવની પુણ્યાઈ જ્યાં સુધી પહોંચતી હોય ત્યાં સુધી જ તે જીવને સૂર્યનાં કારણે પ્રકાશ કરનારાં લાગે છે. પરંતુ જ્યારે અચાનક પૂર્વ ભવનાં પાપ કર્મને ઉદય થાય અથવા તે ચાલુ પુણ્યાઈ પૂરી થઈ જાય ત્યારે એ જ સૂર્યનાં કારણે એને ઘુવડ વિગેરેના ભાવમાં પ્રકાશ કરનારાં થતાં નથી, કારણ કે પુણ્ય કર્મ ખવાઈ જતાં પાપ કર્મને ઉદય થાય ત્યારે ઘુવડ પણે ઉપજે, કાંતે આંખે આંધળે થાય, કાણે થાય, અથવા આંખ વિનાને તેઈન્દ્રિય બેઈનિય કે એકેન્દ્રિય જીવ થાય. તે વખતે એને સૂર્યના કિરણોને પ્રકાશ શું કામને? જેમ અંધી આગળ આરસી નકામી છે, બહેરા