________________
સ્પષ્ટા સહિત વૈરાગ્યશતક ]
૩૧પ
જીવને ઘણા આનદ આવે છે, તા જે સિદ્ધ પરમાત્મા ત્રણે જગતના સર્વ સંસારી. જીવેાનાં સંપૂર્ણ અને કુદરતી નાટક દરેક સમય જોઇ રહ્યા છે તેમજ સર્વ પદાર્થનાં દરેક સમયનાં અનન્તા પરિવર્તી ના ( ગુણુ પર્યાયના ફેરફાર ) દરેક સમય પ્રત્યક્ષ જોઇ રહ્યા છે એવા સિદ્ધ પરમાત્મા કેટલે! અનંત જ્ઞાનાનઢના અથવા પરમ આનંદના અનુભવ કરતા હશે તે આપણા જેવા હાસ્થના ખ્યાલમાં પણ આવી શકવું મુશ્કેલ છે. જેમ વનમાં રહેતા અજ્ઞાન ભીલ નગરના સુખના આનદ કેટલા હશે તે શી રીતે જાણે તેમ વિષય કષાય રૂપી વિઠ્ઠાના કીડા જેવા સંસારી જીવે સિદ્ધ પરમાત્માના સુખના ખ્યાલ કઇ રીતે કરી શકે? જેમને બાજરીના રોટલા મળવા પણ દુર્લભ એવા ભીખારીએ ઘેબરને સ્વાદ શું જાણે ? આ પ્રસંગને અનુસરતી વધારે હકીકત સ્પષ્ટા સહિત શ્રી સિદ્ધચક્ર પૂજામાં જણાવી છે... આ ખીનાને લક્ષ્યમાં રાખીને હું બુદ્ધિમાન પ ંડિતા ! પુણ્ય અને પાપરહિત સ્વાભાવિક આત્મસુખવાળા શ્રી સિદ્ધ પરમાત્માથી કાઇ ઉત્તમ પદ નથી, તેથી તે પરમાત્માનું જ ધ્યાન કરવું મહા કલ્યાણકારી છે, અને પરમાત્મ પદના ધ્યાનથી જ ક્રમે ક્રમે આત્મગુણ્ણાની ઉત્તરોત્તર અધિકાધિક વૃદ્ધિ થતાં સંપૂર્ણ આત્મ ગુણા પ્રગટ થાય છે. ત્યાર ખાદ તે ધ્યાની જીવ પોતે પણ પરમાત્મ પદને જરૂર પ્રાપ્ત કરે છે. આ Àાકનું રહસ્ય એ છે કે પરમાત્મ સ્વરૂપની વિચારણા કરીને ભવ્ય જીવાએ પરમાત્માના પગલે ચાલીને એટલે જે રસ્તે પ્રભુ દેવ પરમાત્મપણાને પામ્યા તે રસ્તે ચાલીને પરમાત્મ સ્વરૂપ થવું. એ જ માનવ જન્મ પામ્યાનુ' ખરૂ લ છે. ૬૩.