________________
૩૧૪
[ શ્રી વિજ્યપધસૂરિકૃતજ છે. જેમ શરીરમાં ખુજલીને રોગ થતાં નખથી ખણીએ અથવા ગરમ પાણુની ધાર કરીએ તો આનંદ ઘણે જ આવે છે, પરંતુ એ આનંદની મૂળ ભૂમિ અને પરિણામ બને દુઃખ રૂપ જ છે, કારણ કે મૂળ ભૂમિ ખુજલીને રોગ છે તે દુઃખ છે, ને ખરજથી પરિણામે ઘણી પીડા ઉપજે છે તે પણ દુઃખ છે, તેથી ખરજ ખણવાથી મળતું આનંદ એ તાત્વિક આનંદ નથી. તાત્વિક આનંદ તે શરીરમાં ખુજલી વિગેરે રોગનો સમૂળગે અભાવ થાય ત્યારે જ કહેવાય. તેમ સિદ્ધ પરમાત્માનું સ્વાભાવિક સ્વગુણ રમણતા રૂપ આત્મસુખ તે જ ખરું સુખ છે. શરીર બનાવવું અને તે શરીરથી વિષયવિલાસો કરી આનંદ પામે એ ખરે આનંદ નથી, તે તે ભયંકર રોગના કારણ હોવાથી દુ:ખ રૂપ જ છે. ખાવાથી જે આનંદ આવે છે તે ભૂખને દૂર કરવા માટે ક્ષણિક ઈલાજ કરવા રૂપ છે. પાણી પીવાથી આનંદ પામ તે તૃષાના દુઃખને ટાળવાને ઉપાય છે. વિષય વિલાસ કરવા તે પુરૂષ વેદાદિક કર્મના ઉદયનું ફલ છે. જેમ લીંબડો પીતાં મીઠે લાગે તે સાપના ઝેરને લીધે છે તેમ સર્વ સંસારિક સુખો ભવિષ્યના દુઃખેથી ભરેલા છે. એટલે પરિણામે વધારે દુઃખને ઉપજાવનારા છે, માટે એ સુખો તે ખરા સુખ રૂપ નથી, પરંતુ સંસારના મહી ને દુખમાં સુખને ભ્રમ (અયથાર્થ જ્ઞાન-વિપરીત જ્ઞાન–ઉલટું જ્ઞાન) થાય છે. ખરું સુખ તે જે આત્માની જ્ઞાન દર્શનાદિ પિતાના ગુણમાં રમણતા થાય છે તે જ છે. એક જ રાજાના ઈતિહાસનો એક જ અપૂર્ણ નકલી નાટક જોતાં જો સંસારી