________________
સ્પષ્ટા સહિત વૈરાગ્યશતક ]
૩૧૩
મહનીયના ક્ષય કરેલ હેાવાથી ભય નથી, શરીરના અભાવે વધુ નથી. સિદ્ધપદથી ખીજું કાઇ ઉત્તમ પદ નથી કે જે પદ મેળવવા માટે સિદ્ધને તેનું ધ્યાન કરવાનું હાય, માટે સિદ્ધને ધ્યાન પણ નથી, કારણ કે ચાદમા ગુણુ સ્થાને પરમ શુકલ ધ્યાન હતું તેને પૂરૂં કરીને સિદ્ધિપદ પામ્યા છે. તથા અજ્ઞાનના અભાવે અધ્યેષણા એટલે ભણવાની ઇચ્છા એટલે કંઇક નવું તત્ત્વ જાણવાની જિજ્ઞાસા પણ સિદ્ધ પરમાત્માને નથી, સ્વામી સેવકભાવ નથી, કારણ કે તે સર્વે સિદ્ધા સરખી જ્ઞાનાદિ ઋદ્ધિવાળા છે. તથા માહનીય કર્મોના ક્ષય થયેલ હાવાથી સિદ્ધ પરમાત્માને વિલાસ નથી હાસ્ય નથી કે વાર્તાવનેાદ પણ નથી, આ પીડા આદિ સર્વે સત્તારના વિકાર લાવા ( બનાવા) છે તે સંસારથી અલગ થયેલા સિદ્ધ પરમાત્મામાં હોય જ નહિ, એટલું જ નહિ. પરન્તુ ત્યાં વર્ષોં નથી, ગ ંધ નથી, રસ નથી, સ્પ નથી, સ્ત્રી નથી, ખાવુ નથી, પીવું નથી, આગ બગીચા વિગેરે નથી, નાટક સિનેમા વિગેરે મેાજ શેખનાં સાધના પણ નથી.
શકા—જો ખાવું પીવું વિગેરે સુખનાં સાધન નથી તા સિદ્ધ પરમાત્માને અનંત સુખ કહ્યું છે તે કઈ અપેક્ષાએ સમજવું ?
ઉત્તર—સિદ્ધ પરમાત્માને આત્માનું જે સ્વાભાવિક સુખ છે તે જ અનંત સુખ છે. અને સંસારમાં ખાવા પીવા વિગેરેનું જે સુખ મનાય છે, તે પાગલિક વિકારવાળું વિભાવિક અને ક્ષણિક છે, તેથી તત્ત્વથી તે દુઃખરૂપ