________________
૩૧૨
[ શ્રી વિજયપધસૂરિકૃતબીજા સિદ્ધને જાણે છે અને યશ અથવા પ્રખ્યાતિ એ ઔદયિક ભાવની વસ્તુ છે તે મોક્ષમાં કે સિદ્ધમાં હોય જ નહિ, આ રીતે પરમાત્મ પદ ખ્યાતિ વિનાનું રહ્યું છે.
તથા સંસારી છે જેમ મેટ અદ્ધિ સિદ્ધિવાળા અને ધનવાન હેવાથી ઉન્નતિવાળા કહેવાય છે, તેવી ધન કુટુંબ પરિવાર આદિકવાળી ઉન્નતિ સિદ્ધિમાં નથી. ત્યાં તે સંપૂર્ણ જ્ઞાન દર્શનાદિ આત્મઋદ્ધિ એક સરખી સર્વ સિદ્ધિની છે. તેથી સર્વે સિદ્ધો એક સરખા હોવાથી સિદ્ધ લેકમાં અમુક સિદ્ધ ઉન્નતિવાળા ને અમુક સિદ્ધ અવનતિવાળા એમ છે જ નહિં, સર્વ સિદ્ધ પરમાત્મા સરખી આત્મ ઋદ્ધિવાળા છે. સંસારી જીવોની અપેક્ષાએ સિદ્ધ પરમ ઉન્નતિવાળા છે એમ અપેક્ષાએ કહેવામાં દોષ નથી, પરંતુ એ કથન આપેક્ષિક છે તાત્વિક નથી. જેમ અઢી દ્વીપમાં જ સમય વર્ષ પલ્યોપમ સાગરોપમ આદિ કાળ છે પણ બહાર નથી તે પણ અઢી દ્વીપની અપેક્ષાએ દેવ નારકનાં ૩૩ સાગરોપમ આદિક ગણીએ છીએ તેવી રીતે સિદ્ધને સંસારીની અપેક્ષાએ પરમન્નિતિવાળા ગણી શકીએ, પરંતુ સિદ્ધ લેકમાં ઉન્નતિ અવનતિ ભાવ હોય જ નહિ.
તથા વ્યાધિ એટલે શરીરની પીડા, જેનાથી સંસારી
અનેક પ્રકારનાં દુઃખો ભેગવે છે તે પણ મોક્ષમાં નથી, કારણ કે સિદ્ધ પરમાત્માને શરીર જ નથી તે શરીરની પીડા કયાંથી હોય?
તથા સિદ્ધ લેકમાં ધન ધાન્યાદિ સંપત્તિ નથી, ભય