________________
સ્પષ્ટાર્થ સહિત વૈરાગ્યશતક ]. •
૩૦૭ દેવે એક રાત્રીમાં ભયંકર વીસ ઉપસર્ગો કર્યા, જેમાં કાલચક્ર મૂકીને પ્રભુને ભયંકર પીડા ઉપજાવી. ઢીંચણ પ્રમાણ પૃથ્વીમાં પેસી ગયા છતાં પણ અપૂર્વ ક્ષમા ગુણ ધારણ કરીને પ્રભુ દેવ તેનું (શત્રુનું-ઉપસર્ગ કરનારનું) ભલું ચાહવા લાગ્યા.
(૨) કૂરગ મુનિ-કુંભ નામે રાજાના નાગદત્ત નામે પુત્ર હતા. તે અનુક્રમે યુવાવસ્થા પામ્યા, એક વખત તે મહેલની બારીમાં ઉભેલા હતા. તે વખતે ત્યાંથી જતા એક મુનિવરને જોઈને તેમને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. વૈરાગ્ય આવવાથી માતા પિતાની પાસેથી મહા મહેનતે આજ્ઞા લઈ સુગુરૂની પાસે દીક્ષા લીધી. આ સાધુ આગલા ભવમાં તિર્યંચ (નાગ) હતા તેથી તથા ક્ષુધા વેદનીયન ઉદય થવાથી પિરિસીનું પચ્ચખાણ પણ કરી શક્તા નહોતા. તેથી ગુરૂએ તેમને કહ્યું કે હે વત્સ! તું ફક્ત એક ક્ષમાનું જ પાલન કર, કારણ કે તેમ કરવાથી તેને સર્વ તપનું ફળ મળશે, તે ઉપરથી તે પણ ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તવા લાગ્યા. આ મુનિનું કૂરગડૂક એવું નામ પડ્યું હતું, કારણ કે તેઓ સવાર થતાં જ એક ગડુક (એક જાતનું મા૫), પ્રમાણ દૂર એટલે ચેખા લાવીને વાપરતા હતા. તે ગચ્છમાં અનુક્રમે એક માસના, બે માસના, ત્રણ માસના અને ચાર માસના ઉપવાસી ચાર તપસ્વી સાધુઓ હતા, તેઓ આ કૂરગઠ્ઠ મુનિને નિત્યજી કહીને નિંદા કરતા હતા. પરંતુ તે મુનિ તે ક્ષમા ગુણ રાખતા હતા. એક વાર શાસન દેવીએ આવીને કૂરગડૂક મુનિને વંદના કરી અને અનેક પ્રકાર