________________
૩૦૨
[ શ્રી વિજ્યપદ્રસૂરિકૃત૧-૨-૩ દિવસે ખાન પાન મેળવવું પડે છે, જેથી વારંવાર ભૂખ અને તૃપ્તિ ભૂખ અને તૃપ્તિ ચાલ્યા કરે છે, તેથી એ ઈષ્ટ પ્રાપ્તિ અસ્થિર છે અને કેવળ ભૂખ તરસ વિગેરેની તૃપ્તિ પૂરતું અલ્પ સુખ આપે છે. પરંતુ યમનિયમ આદિ સદાચાર રૂપી કલા વૃક્ષ તે એવું છે કે આ લોક અને પરલેકનાં દરેક જાતનાં સુખ આપે છે, તે ઉપરાન્ત પરિણામે મોક્ષ સુખ પણ આપે છે, જેથી કાયમનું-નિત્ય આત્માનું સ્વાભાવિક સુખ પ્રાપ્ત થતાં અનંત કાળ પર્યત આત્મા આત્મ સુખમાં તૃપ્ત રહે છે. આ બધો પ્રભાવ સદાચારને જ છે.
તથા દાવાનળ અગ્નિ વનમાં ઘાસ ઝાડ વિગેરે વનસ્પતિ ઓને અને તેમાં રહેલા પશુ પક્ષી વિગેરે જેને બાળી દે છે, તે કરતાં પણ ક્રોધ રૂ૫ દાવાનળ તે જ્ઞાન દર્શન ચારિત્ર વિગેરે આત્માની ખરી ઋદ્ધિને બાળી મૂકે છે, (આવરી નાખે છે) અને અનેક ભવ પર્યન્ત દુર્ગતિ આપનારે થાય છે, કારણ કે ક્રોધથી ઘણું ચીકણું પાપ કર્મો બંધાય છે. વળી દાવાનળથી દાઝેલે માણસ પોતે જ બળે છે, અને ઔષધિથી તે દાહશાન્ત થઈ શકે છે, પરંતુ કોઇ રૂપી દાવાનળથી બળતે મનુષ્ય રાત દિવસ બળતું રહે છે ને સાથે બીજા અનંત જીને સંહાર કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે દાવાનળ રૂપી દ્રવ્ય અગ્નિ એટલે ભયંકર નથી કે જેટલો ફોધ રૂપી ભાવ અગ્નિ ભયંકર છે, માટે ક્રોધ જે ભયંકર દુઃખને દેના દાવાનળ અગ્નિ બીજું કોઈ નથી એમ કહ્યું છે.
તથા પિતે માનેલે પ્રીય મિત્ર આ ભવમાં જ સુખમાં