________________
સ્પષ્ટાર્થ સહિત વૈરાગ્યશતક ]
૩૦૧ ભજનવાળા કહ્યા છે. અને અમૃતરસ તે તે કહેવાય કે જે રસ પીધા પછી જીવનું મરણ જ ન થાય. પરંતુ દેવે પોતાનું આયુષ્ય પૂર્ણ થયે મરી જાય છે, માટે એ અમૃતરસ તાત્વિક અમૃતરસ નથી. તાત્વિક અમૃતરસ તે દયા જ છે, કે જેનાથી ભવ્ય જીવ જગતના તમામ જીવને પોતાની જેવા ગણે છેએટલે બીજા ને મારતા નથી, તેમજ તેવા વ્રતથી તે પુરૂષ પણ સિદ્ધિગતિ પામીને કોઈ દિવસ મરતું જ નથી. માટે કરૂણું એજ ખરો અમૃતરસ છે.
તથા જેમ ઝેર જીવના પ્રાણ એક જ વાર લે છે, પરતુ. દ્રોહ-વિશ્વાસઘાત તે અનન્ત જન્મ મરણ કરાવનારા હેવાથી ઘણુંવાર મારે છે માટે સોમલ વિગેરે દ્રવ્ય ઝેર કરતાં વિશ્વાસઘાત એ જ મોટામાં મોટું ઝેર છે અને તે ભાવ ઝેર - કહેવાય છે. આ વિશ્વાસઘાત વચન ભંગ પ્રતિજ્ઞા ભંગ પ્રપંચ માયા વિગેરે અનેક દુર્ગુણેના ઘર રૂપ છે. માટે દ્રોહવિશ્વાસઘાત જેવું કંઈ અધમ ઝેર નથી. અથવા વિશ્વાસઘાત. જયંકર ઝેર સમાન છે.
તથા યુગલ ક્ષેત્રમાં (૩૦ અકર્મ ભૂમિમાં) અને. સુગલિક સમયમાં (૫ ભરત તથા ૫ એરવત એ ૧૦ કર્મ ભૂમિમાં જે આરાઓમાં યુગલિક મનુષ્ય હોય છે તે સમયે) દશ જાતિનાં કલ્પવૃક્ષો ઉપરાન્ત બીજા પણ અનેક ઉત્તમ વૃક્ષો યુગલિકને ખાન પાન વિગેરે ઈષ્ટ પદાર્થો આપે છે, પરંતુ તે ઇષ્ટ પદાર્થોની પ્રાપ્તિ કાયમને માટે તૃપ્તિ આદિ કરનારી થતી નથી, કારણ કે એક વાર ખાન પાન મેળવ્યા બાદ ફરી