________________
સ્પબાથ સહિત વૈરાગ્યશતક]
૩૦૩ સહકારી થાય છે, પરંતુ સંતોષ રૂપી મિત્ર તે આ ભવમાં અને પરભવમાં બને ભવમાં સુખ આપનાર થાય છે, અને પરિણામે મોક્ષ સુખ પણ આપે છે, માટે સંતોષ જે પરમ (સારામાં સારે મહા હિતકારી) મિત્ર બીજે કઈ જ નથી.
તથા શત્રુ તે આ ભવમાં એકવાર હણે છે. પરંતુ લેભ રૂપી શત્રુ ભભવમાં હણે છે. માટે લેભ સરખે કોઈ શત્રુ નથી, રત્નના લેભથી દેવે પણ એકેન્દ્રિય રને રૂપ પૃથ્વીકાયમાં ઉપજે છે.
એ પ્રમાણે છે હાથ! અમૃતથી પણ અધિક કરૂણા છે, ઝેરથી પણ અધિક દ્રોહ છે, કલ્પવૃક્ષથી પણ અધિક (વધારે સુખને આપનાર) સદાચાર છે. દાવાનળથી પણ અધિક ક્રોધ છે, મિત્રથી પણ અધિક સંતોષ છે, અને શત્રુથી પણ અધિક (વધારે દુઃખ દેનાર) લેભ છે, એમ જાણુને કરૂણ સદાચારને સંતોષને ગ્રહણ કરવાને ઉપદેશ અને દ્રોહ કોધ તથા લેભને ત્યાગ કરવાને ઉપદેશ કહ્યોઆપે. હવે તને જે રૂચે તે ત્યાગ કર. એટલે આ શ્લોકમાં ત્રણ સગુણ આદરવા લાયક જણાવ્યા છે. ને ત્રણ દુર્ગુણ છોડવા લાયક જણાવ્યા છે. હાથીના ભાવમાં દયાના પાલવાથી મેઘકુમાર શ્રેણિક રાજાના પુત્ર થયા. તથા સદાચારના જ પ્રભાવે મહાબલ કુમાર વિગેરે કેવલી થયા. સંતોષથી આનંદ વિગેરે શ્રાવકે દેવતાઈ ઋદ્ધિને પામ્યા. દ્રોહ કરવાથી અગ્નિ શર્માને ઘણીવાર સંસારમાં ભટકવું પડયું. કોધથી મુનિને સર્પ રૂપે જન્મ લેવું પડે. અને લેભથી મમ્મણ શેઠની