________________
સ્પદાર્થ સહિત વૈરાગ્યશતક] શધ કરાવી, પરંતુ કોઈ પણ સ્થાનેથી તેને પત્તો લાગ્યો નહિ. તેથી રાજા ક્રોધ યુક્ત થયા. સેવક પરિવારના મુખ પણ ફીકઠાં પડી ગયાં. તે વખતે કઈકે કહ્યું કે આજે કુમાર મંત્રીને ઘેર ગયા હતા, તે સાંભળીને બધાને મંત્રીની ઉપર શંકા થઈ. મંત્રી પણ તે વખતે દરબારમાં ગયા નહતા. મંત્રીની પત્નીએ પણ મંત્રીને પૂછયું કે હે સ્વામી ! આજે દરબારમાં કેમ ગયા નથી? ત્યારે મંત્રીએ કહ્યું કે હે પ્રિયે! હું રાજાને મોટું બતાવવા સમર્થ નથી, કારણ કે મેં આજે રાજકુમારને મારી નાખે છે. તે બોલી કે હે નાથ ! આ શું ? તે પણ હવે તમે ખેદ કરશે નહિ. હું જ રાજાને કહીશ કે મેં મારો ગર્ભના પ્રભાવે થયેલ દેહદ પૂર્ણ કરવા માટે મારી દષ્ટિને વૈરીની જેમ દાહ કરતા કુમારને મારી નાખે છે. માટે તમે કઈ રીતે ગભરાશો નહિ. આ અવસરે જે મંત્રીને મિત્ર હતું, તે વસંત શેઠ ત્યાં આવ્યો. તેણે બધી વાત સાંભળીને કહ્યું કે હું જ રાજાને કેપ દૂર કરીશ, તમે ફિકર કરશો નહિ. એવી રીતે મંત્રી તથા તેની સ્ત્રીને આશ્વાસન આપી તે શેઠ રાજા પાસે ગયે અને રાજાને કહ્યું કે હે સ્વામી! કુમાર સંબંધી વિપરીત હકીક્ત બની છે પરંતુ તેમાં મંત્રીને કેઈ દોષ નથી. તેટલામાં મંત્રીની સ્ત્રીએ આવીને કહ્યું કે મારે દેહદ પૂર્ણ કરવા માટે મારાથી આ અકાર્ય થયું છે. ત્યાર પછી મંત્રીએ આવીને ભયથી કંપતું હોય તેમ કહ્યું કે હે રાજન્ ! હું જ અપરાધી છું, માટે મારા જ પ્રાણ લેવા યોગ્ય છે. મેં કરેલા અકાને લીધે દુઃખી થએલી મારી સ્ત્રી પિતાને