________________
૯૦
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
અપરાધ જણાવે છે, આ બધું સાંભળીને એક ગુન્હા માટે ત્રણ જણુ તે કાર્ય પેાતાને માથે લેતા હૈાવાથી રાજાએ વિચાર્યું કે આ મંત્રી ચતુર, હિતકારી અને આમળા આપી મારા પ્રાણનું રક્ષણુ કરનાર છે, તેથી લેાક સમક્ષ મંત્રીને કહ્યું કે-“ હું મિત્ર તે દિવસે જો તે મને આમળાં આપીને મારા પ્રાણ બચાવ્યા ન હાત તે આજે હું કયાંથી હાત? મારૂ રાજ્ય કયાંથી હાત ? અને પુત્ર પણ કયાંથી હાત? તે વખતે મંત્રીએ કહ્યું કે હે રાજન! આપ તો આપનું કૃતજ્ઞપણું દેખાડા છે, પરંતુ કુમારની હત્યા કરનાર એવા મને અવશ્ય દડ કરવા જોઇએ. ત્યારે રાજાએ કહ્યું કે તે મને ત્રણ આમળાં આપ્યાં હતાં તેમાંથી હજી તેા એક વળ્યું. આ પ્રમાણેનાં રાજાનાં વચન સાંભળીને મંત્રીએ કહ્યું કે હૈ ગુણુસાગર ! જ્યારે આપ આમ કહેા છે. ત્યારે ત્રણ આમળાથી સર્યું. આપ પુત્ર સહિત ચિરકાળ રાજ્ય કરો. એ પ્રમાણે કહીને ગુપ્ત સ્થળેથી રાજકુમારને લાવી આપ્યા. પછી તે આમ શા માટે કર્યુ ? એવું રાજાએ પૂછ્યું ત્યારે મંત્રીએ પેાતાના પિતાએ આપેલા લેકની સઘળી હકીકત કહી સંભળાવી. આ સાંભળીને બહુ રાજી થએલા રાજાએ મંત્રીને પેાતાના અર્ધા આસન ઉપર બેસાડયા. અને કહ્યુ કે હૈ મિત્ર! મેં' એક આમળાને પુત્ર તુલ્ય ગણ્યું તે ઠીક કર્યું નથી, એ પ્રમાણે કહી મંત્રીના સત્કાર કર્યાં. એ પ્રમાણે તે ખનેએ સાથે રહીને ઘળેા કાળ રાજ્યનુ પાલન કર્યું. અહીં દૃષ્ટાંત પૂરું થાય છે. તેના સાર એ છે કે જેમ ખીજી વાર પ્રભાકરે સત્સંગ કરીને પેાતાનું જીવન નિમલ ખનાવ્યુ,