________________
૨૮૮
[ શ્રી વિજ્યપધસૂરિકૃતલક્ષણવાળા બે ઘડાઓ ભેટ મોકલ્યા. તે ઘડાઓ વિપરીત શિક્ષા પામેલા હતા, તે વાત નહિ જાણનાર રાજા અને મંત્રી તે ઘોડા ઉપર બેસીને નગરની બહાર અશ્વક્રીડા કરવા માટે નીકળ્યા. ઘડાને વેગ જાણવા માટે તેઓએ ઘેડાને ચાબુકનો પ્રહાર કર્યો એટલે બંને ઘડાઓ પુર વેગથી દેડયા. તેમને વેગ ઓછો કરવા માટે જેમ જેમ લગામ ખેંચે છે તેમ તેમ વિપરીત શિક્ષા પામેલા તેઓ વધારે વધારે દેડવા લાગ્યા. એવી રીતે તે બંને નગરથી ઘણે દૂર ચાલ્યા ગયા. અને એક ગાઢ જંગલમાં આવી પહોંચ્યા. રસ્તામાં આવેલા એક આમળાના વૃક્ષ ઉપરથી વિચારવંત મંત્રીએ ત્રણ આમળાં લઈ લીધા. લગામ ખેંચવા છતાં ઘડાઓ દેડતાં અટકયા નહિ ત્યારે તેમણે થાકીને લગામ ઢીલી મૂકી એટલે તે બંને ઘડાઓ તરત ઉભા રહ્યા. ત્યાંથી તેઓ પાછા વળ્યા. રસ્તામાં રાજાને ઘણી તરસ લાગી ત્યારે મંત્રીએ રાજાને એક આમળું આપ્યું. રોડી વાર પછી ફરીથી તૃષા લાગી ત્યારે બીજું આમળું આપ્યું. ત્યાર પછી થોડી વારે ત્રીજું આમળું આપ્યું. એટલામાં સૈન્ય આવી પહોંચ્યું. પછી પાણી પી સ્વસ્થ થઈને તેઓ નગરમાં આવ્યા.
મંત્રીને પિતાના કહેલા શ્લોકની પરીક્ષા કરવાને વિચાર થયે. તે માટે તેમણે રાજા ગુણસાગરને પુત્ર જે પાંચ વર્ષને હતું અને મંત્રીને ઘેર આવતે જતું હતું, તેને ગુપ્ત સ્થળે સંતાડે. ભોજન સમયે રાજાએ સઘળે