________________
ઉત્તમવિજયજી પદ્યવિજયજી વીરવિજયજી વિગેરે મહાપુરૂષની અને ઉદાર આશયવંત દાનવીર સ્વપરહિતેચ્છુ રાજમાન્ય નગરશેઠ શાંતિદાસ, હેમાભાઈ પ્રેમાભાઈ, શેઠ હઠીસીંહ કેસરીસિંહ, શેઠ મનસુખભાઈ ભગુભાઈ, શેઠ લાલભાઈ દલપતભાઈ વિગેરે નરરત્નોની પણ જન્મભૂમિ છે. એટલું જ નહિ પણ હજારો મહા પુરૂષેની ચરણરજથી પવિત્ર બનેલી આ ભૂમિ છે. એમ એતિહાસિક ગ્રંથના તલસ્પર્શી અનુભવથી જાણી શકાય છે. દાખલા તરીકે અહીંના શેઠ ધનાશાએ ન્યાયાચાર્ય શ્રી યશોવિજયજી મહારાજને કાશીના અભ્યાસકાળમાં શાસ્ત્રીને પગાર દેવાની બાબતમાં બે હજાર ના મહેર ખરચી હતી. ત્યાં શ્રી યશોવિજયજીએ ન્યાયશાસ્ત્રને તથા તત્વચિંતામણિ શાસ્ત્રને અભ્યાસ ત્રણ વર્ષ સુધી કરીને પંડિતોની સભામાં એક વાદી સંન્યાસીને વાદમાં છે. આથી પ્રસન્ન થઈને પંડિત વગે ન્યા. યશોવિજયજી મહારાજને ન્યાયવિશારદ પદથી
૨ જન્મ રાજનગર શામલાની પિળમાં, પિતા લાલચંદ, માતા માણિક. જન્મ સં. ૧૭૬૦ માં, સ્વનામ પુંજાશા, દીક્ષા સં. ૧૭૯૬ વૈ. સુ. ૬ શામલાની પોળમાં, સ્વર્ગવાસ, સં. ૧૮ર૭ માહ સુ. ૮ રવિ, ઉંમર ૬૭ વર્ષ, ગૃહ વાસપર્યાય ૩૮ વર્ષ, દીક્ષા પર્યાય ૨૯ વર્ષ, કૃતિ શ્રી જિનવિ રાસ, અષ્ટ પ્રકારી પૂજા વિગેરે. ( ૩ જન્મસ્થલ, રાજનગર શામળાની પિાળ, જ્ઞાતિ શ્રીમાલિ. પિતાનું નામ ગણેશ, માતાનું નામ ઝમકું, જન્મતિથિ, સં. ૧૭૯૨ ભા સુ. ૨, નામ પાનાચંદ, દીક્ષા સં. ૧૮૫ મહા સુદ ૫, રાજનગર પાચ્છાવાડી (શાહીબાગ) માં, શ્રી વિજયધર્મસૂરિએ સં. ૧૧૦ માં પતિ પદ આપ્યું, સ્વર્ગવાસ તિથિ રાજનગરમાં. સં. ૧૮૬૨ ચ. સુ. ૪, કવિ હતા. પ૫૦૦૦ નવા બ્લેક બનાવ્યા, ગૃહવાસ વર્ષ ૧૪ માસ ૬, દીક્ષા પર્યાય ૫૭ વર્ષ, કૃતિ-જયાનંદ કેવલી ચરિત્ર, ચૌમાસી દેવવંદન, જિનસ્તવન ચોવીશી, નવપદ પૂજા, ઉ. શ્રી યશો. કૃત ૧૫૦-૩૫૦ ગાથાના સ્તવનને બાલાવિગેરે