________________
જેમણે આ શ્રીવૈરાગ્યશતકવિગેરે ચાર ગ્રંથે છપાવ્યા તે
શેઠ ભગુભાઈ ચુનીલાલ સુતરીયા
શ્રી જૈન શાસનસિક શ્રમણોપાસકાદિ જેના વિશાલ સમુદાયથી અને સંખ્યાબંધ ભવ્ય જિનાલયાદિ ધાર્મિક સ્થાનેથી તથા દાનાદિ ચતુર્વિધ ધર્મારાધક ધર્મવીર દયાવીર દાનવીર વિગેરે હજારે નરરત્નોથી
ભાયમાન જેનપુરી રાજનગર (અમદાવાદ) ના ભવ્ય ઈતિહાસ ઘણુંએ એતિહાસિક મહા ગ્રનું અપૂર્વ ગૌરવ વધાર્યું છે, કારણ કે અહિંના નગરશેઠ વિગેરે જેનેએ જેમ ભૂતકાલમાં મહા સાર્વજનિક અને મહા ધાર્મિક કાર્યો કર્યા છે, તેમ તેઓ હાલ પણ કરે છે, એમ પ્રત્યક્ષ દેખાય છે. તે ઉપરાંત અહીંના જૈનએ શ્રી સિદ્ધાચલજી વિગેરે મહા તીર્થોના અને વિશાલ જીવ દયા વિગેરેના ઘણાં કાર્યો પણ કર્યા છે. અને તેઓ હાલ પણ કરે છે. આજ મુદ્દાથી પૂર્વના જેનેએ ઘણું મહા ધાર્મિક સંસ્થાઓને પણ અહીં જ ઉત્પન્ન કરી છે. બીજી રીતે એમ પણ જરૂર કહી શકાય કે અમદાવાદ એ રત્નોની ખાણ જેવું છે. જેમ રત્નોનું ઉત્પત્તિ સ્થાન રત્નની ખાણ ગણાય છે, તેમ આ રાજનગર પણ હજાર આદર્શ જીવન ગુજારનારા શ્રી જિન શાસનના સ્તંભ સમાન વિવિધ ભાષામય મહાગંભીર અર્થવાલા મહાશાસ્ત્ર કાવ્યાદિને બનાવનાર મહાપ્રતિભાશાલી પવિત્ર સંયમી સૂરિપુંગવ–મહોપાધ્યાય–તથા પંન્યાસ શ્રીજિનવિજયજી
૧. શ્રીમાલીવંશ, પિતા ધર્મદાસ, માતા લાડકુંવર, જન્મ રાજનગરમાં વિ. સં. ૧૭૫૨ માં,નામ ખુશાલચંદ, દીક્ષા અમદાવાદમાં, સં. ૧૭૭૦, કા. વ. ૬ બુધ, ગુરૂ ક્ષમાવિ, સ્વર્ગવાસ પાદરામાં સં. ૧૭૯૯ શ્રા. સુ. ૧૦, કૃતિ જિન સ્તવન ચોવીશી, જ્ઞાનપંચમી, મૌન એકાદશી સ્તવન વગેરે.